મિત્રો, સુરત શહેરની અંદર પાસોદરા વિસ્તારમાં થોડાક સમય પહેલા ચકચારી ઘટના બની હતી. જેનાથી સૌ કોઈ પરિચિત છો, ત્યારે એક ઘટનાને લઇને કોર્ટ દ્વારા અનેક પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા અને તેના દ્વારા ચુકાદો પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી ને આજે પોલીસના કબજામાં પણ રાખવામાં આવ્યો છે. જ્યારે એક પરિવારની સામે જ એક નરાધમ દીકરીનો જીવ લીધો હતો.
એ ઘટનાથી સૌ કોઈ પરિચિત છો ત્યારે એ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હચમચાવી દીધું હતું અને સૌ કોઈ લોકો એ દીકરીને ન્યાય મળે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા હતા. ત્યારે એ દીકરી ને ન્યાય પણ મળ્યો છે એટલું જ નહીં આ કેસને ઝડપથી ચલાવવામાં આવ્યો હતો અને આરોપી ને ફાંસીની સજા ફટકારાઈ છે.
આ કેસને લઈને દોડધામ કર્યા બાદ કેસનો ચુકાદો દરેક લોકો સામે આવી ગયો. ત્યારે એ આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી ત્યારે એ દીકરી ગ્રીષ્માનાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને તેમની એ ન્યાયથી શાંતિ મળી હતી.
એવામાં જ આપણે સૌ જાણીએ છીએ કે સુરતની વરાછા બેંક સતત બેંકનાં કાર્યને લઇને કાર્યરત છે અને સેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. વરાછા બેંક બેન્કિંગ સુવિધા ને લઈને ખૂબ જ આગળ રહેતી હોય છે.જ્યારે સામાજિક પ્રવૃત્તિ ને લઈને પણ સતત કાર્યક્ષમ રહે છે.
ત્યારે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ટેક્સટાઈલ અને રાજ્યના રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે પ્રધાનમંત્રી વીમા યોજના અને અન્ય વીમા યોજના ત્યારબાદ સુરક્ષા યોજના અંતર્ગત આ દિકરી નાં પરિવારને વીમાનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો છે. સરથાણા સ્થિત વરાછા બેંક ખાતે ચેક અર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ત્યારે સુરત સ્થિત વરાછા બેંક દ્વારા દર્શનાબેન જરદોશ ના હસ્તે દીકરીના પિતાને એક લાખ રૂપિયાનો વિમાનો ચેક અર્પણ કરાયો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી નજરે પડે છે ત્યારે વાત કરીએ તો હજુ પણ એક ઘટના ભુલાય તેમ નથી અને લોકો પણ એ દિકરીને યાદ કરી રહ્યા છે એવામાં વરાછા બેંક દ્વારા સામાજિક કાર્ય ના મતે એક કાર્યક્રમમાં દીકરીના પિતાને એક લાખ રૂપિયાનો વીમાનો ચેક અર્પણ કરાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment