મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહે છે. હાલના જમાનામાં લોકો પોતાના દીકરા અને દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે લગ્નમાં કંઈકને કંઈક અલગ વસ્તુ કરતા હોય છે. ખાસ કરીને લોકો દીકરા અને દીકરાની લગ્નની અલગ અલગ અને અનોખી કંકોત્રીઓ છપાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે.
જ્યારે ઘણા લોકો લગ્ન કંકોત્રીમાં અલગ અલગ પ્રકારનો લખાણ લખાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને દીકરા અને દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ છપાવતા હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવી જ એક અનોખી કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઉમરેઠમાં રહેતા શાહ પરિવાર પોતાના દીકરાના લગ્નની કંકોત્રી પાસબુક અને ચેકબુક જેવી છપાવીને લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. શાહ પરિવારે પોતાના દીકરાની લગ્નની કંકોત્રી ખૂબ જ અનોખી અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને તેવી બનાવી છે.
લોકોને પરિવારના લગ્નની કંકોત્રી હંમેશા માટે યાદ રહે તે માટે પરિવારે કંઈક અલગ કરવાની કોશિશ કરી હતી. ઉમરેઠના સહ પરિવારના હરેશભાઈ પોતાના દીકરા ધવલના લગ્ન પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાસબુક અને ચેકબુકની થીમ ઉપર લગ્નની કંકોત્રી છપાવી હતી.
ધવલના લગ્નની કંકોત્રીનું કવર સેમ ટુ સેમ પાસબુક અને ચેકબુક જેવું તૈયાર કરવામાં આવ્યું હતું. આ રીતે શાહ પરિવારે પોતાના દીકરાને લગ્નની કંકોત્રી અનોખી અને ખૂબ જ અલગ બનાવી હતી. ચેકમાં જ્યાં રકમ લખવાની હોય ત્યાં વર અને વધુનું નામ લખવામાં આવ્યું હતું.
એકાઉન્ટ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર લખવામાં આવ્યો હતો. જ્યારે લગ્નની કંકોત્રી મહેમાનોને આપવામાં આવી ત્યારે કંકોત્રી જોઈને મહેમાનો પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો કંકોત્રી જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment