હાલ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થયાના 175 વર્ષ પૂર્ણ થતા સાળંગપુર ધામમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આ મહોત્સવમાં ભક્તો નો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવને અનેક ભેટ અર્પણ કરવામાં આવી રહી છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા થયાના 175 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ ને લઈને તડામાર તૈયારીઓ પણ થઈ ગઈ છે એવામાં જ કેટલાય ભક્તો દ્વારા દાદાને ભેટ અર્પણ કરવામાં આવી.હાલ સુરતના ભંડારી પરિવારે એક કિલો સોનાના મુગટ અને કુંડળ દાદા ની અર્પણ કર્યા આ મુગટ અને કુંડળ ની ડિઝાઇન ખૂબ જ સુંદર અને કલાકૃતિ વાળી દેખાઈ રહી છે.
એટલું જ નહીં આ મુગટમાં ગદા, બે મોરપીંછ અને ફ્લાવરની આકૃતિ જોતા સૌ કોઈ અચરજ પામે એવો આ મુગટ સુરતના ભંડારી પરિવારે કષ્ટભંજન દેવને અર્પણ કર્યો. આ મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીના કારીગરી કરવામાં આવી છે અને આ સોનાના બનેલા મુગટ અને કુંડળમાં સાત હજારથી વધુ ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મુગટ અને કુંડળ ની ડિઝાઇન કરવામાં આશરે એક મહિનો થયો અને દસ કારીગરોએ મળીને ત્રણ મહિનામાં મુગટ અને કુંડળ તૈયાર કર્યા. શતામૃત મહોત્સવમાં દાદા ને ભેટ સ્વરૂપે અર્પણ કરવા સુરતના ભંડારી પરિવારે મુગટ અને કુંડળ બનાવડાવ્યા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભંડારી પરિવારે કહ્યું કે પરિવારનું આ દાન દાદા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દાનથી દાદાની શક્તિ વધશે અને તેઓ આપણા પર વધુ આશીર્વાદ વરસાવશે .એટલું જ નહીં પરંતુ ભંડારી પરિવારના વડા ગંગાધર ભાઈ ભંડારીએ કહ્યું કે અમે દાદાના શતામૃત મહોત્સવમાં ભાગ લેવા માંગતા હતા તેથી અમે લોકોએ આ મુંગટ અને કુંડળ બનાવ્યા હતા અને આશા રાખીએ છીએ કે દાદા આ ભેટને સ્વીકારશે અને અમારા પર આશીર્વાદ વરસાવશે .શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આવા હીરા જડિત મુકુટ અને કુંડળ સુરતના ભંડારી પરિવારે શતામૃત મહોત્સવમાં અર્પણ કર્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment