મિત્રો ઘણા એવા લોકો હશે જેવો સેવાના કામમાં હંમેશા આગળ હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અનેક એવા બિઝનેસમેનો છે. જેઓ હંમેશા સેવાના કામમાં કાર્યરત હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકો જોયા હશે જેમની પાસે પૈસો હોય છે પરંતુ તેઓ તે પૈસો વાપરી શકતા નથી. પરંતુ ગુજરાતના ઘણા એવા દિલદાર બિઝનેસમેન છે જેવું ગરીબ લોકોની સેવા માટે મન મૂકીને પૈસો વાપરતા હોય છે.
ત્યારે આજે આપણે રાજકોટના આદ્રોજા પરિવારના સેવાકીય કાર્ય વિશે વાત કરવાના છીએ. કેશિવલાલભાઈ આદ્રોજા અને રિવાબેન આદ્રોજા પરિવાર “વાહલુડી વિવાહના” દાતા બન્યા છે. આ પરિવાર હંમેશા સેવાકીય કામગીરીમાં આગળ હોય છે. આ પરિવારે અત્યાર સુધીમાં ચાર વાહલુડીના વિવાહ યોજ્યા છે.
ત્યારે ચાલુ વર્ષ 2022નો વાહલુડીના વિવાહનો લગ્નઉત્સવ 18 ડિસેમ્બર રવિવારના રોજ યોજવામાં આવ્યો છે. રવિવારના રોજ મુખ્ય અસંખ્ય શહેર શ્રેષ્ઠિઓની હાજરીમાં જાજરમાન રીતે યોજવાનો છે. મળતી માહિતી અનુસાર વાહલુડીના વિવાહમાં દરેક દીકરીઓને ખૂબ જ સારો એવો કરિયાવર આપવામાં આવશે.
કરિયાવરમાં સોના અને ચાંદીનો પણ સમાવેશ થાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આદ્રોજા પરિવારના મોભીઓએ જાહેરાત કરી હતી કે તેઓ દરેક દીકરીઓને એક એક તોલા સોનુ ભેટમાં આપશે. આદ્રોજાના આ ખૂબ જ સુંદર કાર્યોને તેમના પરિવારજનો અને અન્ય લોકોએ ખૂબ જ સમર્થન આપ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ખરેખર આ પ્રસંગ ખૂબ જ પ્રેરણાદાયક છે. પરિવારના મોભી શિવાલાલભાઈ આદ્રોજા વિશે વાત કરીએ તો તેઓ બાંધકામ, પાઇપ, કેબલ અને પંપના ધંધાઓ સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ મોરબી પાસે આવેલા લાલપર ગામના વતની છે અને હાલમાં તેઓ પોતાના પરિવારજનો સાથે રાજકોટમાં રહે છે.
મિત્રો તેમનું પરિવાર હંમેશા સેવાકીય કામગીરીમાં આગળ હોય છે. મિત્રો તમને જણાવી દેજે કે થોડા દિવસ પહેલા ભાવનગરના જવાહર મેદાનમાં મારુતિ ઇમ્પેક્ષના માલિક સુરેશભાઈ ભોજપરા અને દિનેશ ભોજપરા દ્વારા 552 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment