રાજકોટના આ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં કંઈક એવું કર્યું કે, ચારે બાજુ પરિવારની પ્રશંસાઓ થઈ રહી છે…લગ્નમાં આવતા મહેમાનો પાસે દીકરીએ ગિફ્ટ નહીં પરંતુ…

મિત્રો હવે આખા ગુજરાત રાજ્યમાં લગ્નગાળાનો સમય શરૂ થઈ ગયો છે. ઘણા લોકો પોતાના દીકરા કે દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખા કાર્ય કરતા હોય છે. ત્યારે આજે આપણે રાજકોટના ધાટલીયા પરિવાર પોતાની દીકરીના લગ્ન પ્રસંગને અનોખી રીતે યાદગાર બનાવ્યો હતો. આ લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહે છે.

ધાટલીયા પરિવાર દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેનાથી જરૂરિયાતમંદ લોકોને રક્ત પહોંચી શકે. લગ્નમાં એકત્રિત થયેલું તમામ રક્ત રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. રાજકોટમાં રહેતા ધાટલીયા પરિવારની દીકરી ઉર્વશી ધાટલીયાના થોડાક દિવસો પહેલા લગ્ન હતા.

દીકરીએ પોતાના લગ્નને અનોખા બનાવવા માટે પરિવારજનોને રજૂઆત કરી હતી. જેમાં દીકરી એ જણાવ્યું હતું કે, થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી રક્ત મળી રહે તે માટે લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ.

પરિવારના લોકોએ દીકરીની આ વાત સ્વીકારી અને લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. દીકરીના પિતા નીતિનભાઈએ જણાવ્યું કે, મારી દીકરી ઉર્વશીના લગ્ન રીકીન સાથે થઈ રહ્યા છે. લગ્ન પહેલા મારી દીકરી ઉર્વશીએ લગ્નમાં રક્તદાન કેમ્પ યોજવાની વાત કરી હતી. દીકરીની આ વાત મેં અને મારા સમગ્ર પરિવારજનોએ વધાવી લીધી હતી.

લગ્ન પ્રસંગે કન્યાદા અને પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પ યોજી દિકરીની રક્તતુલા કરવામાં આવી છે. દીકરીના લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને પરિવારે એક અનોખું કાર્ય કર્યું છે. હાલમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે. પરિવારના આ અનોખા વિચાર વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*