આપણે બધા જાણીએ છીએ કે લગ્ન જીવનને સૌથી યાદગાર પ્રસંગ માનવામાં આવે છે અને આ પ્રસંગને જગતમાં તમામ લોકો ખૂબ જ જોર જોરથી મનાવતા હોય છે ત્યારે લગ્ન કરવામાં આવતા પણ સોળે કળાએ નિરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્નએ દેખાવડો બની ગયો છે અને એકબીજાથી વધારે સારા લગ્ન પ્રસંગને બતાવવા માટે ખાલી ખોટા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે.
ત્યારે સુરત શહેરના પરિવારે ખૂબ જ સારા વિચાર સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. મિત્રો આપને જણાવીએ કે હાલમાં બધા લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા લગ્ન પ્રસંગને ખાસ આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાય મેસેજ લખવાનો પણ ટ્રેન્ડ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ત્યારે સુરતના બાબરીયા પરિવાર એ પોતાની દીકરીના લગ્ન કંકોત્રીમાં એવો સરસ મજાનો સંદેશ લખાવ્યો છે અને સંદેશ દરેક વ્યક્તિઓ કરતા અલગ છે. આજના સમયમાં લગ્નને ખૂબ જ ખર્ચાળ બની ગયા છે તેનું કારણ છે કે લગ્નને ધામધુમથી ઉજવવા માટે આપને ખોટેખોટા સાવ ખર્ચા કરતા હોઈએ છીએ. લગ્ન પ્રસંગમાં આપણે આપનો વ્યવહાર જાળવવો તે આપણો ધર્મ છે
અને એટલા માટે સુરતના બાબરીયા પરિવાર એ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ માટે ઉત્તમ નિર્ણય લઈને પોતાની દીકરીના સરસ મજાના લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન વિશે મિત્રો તમે જાણીને નવાઈ લાગશે કારણ કે આ દીકરીના લગ્નની કંકોત્રી આજના સમયની જેમ ડિજિટલ રાખવામાં આવી છે અને ડિજિટલ લગ્નની કંકોત્રીમાં માત્ર ચાર લીટીમાં જે સંદેશ લખ્યો છે તે તમામ લોકો માટે રસપ્રદ અને ગૌરવશાળી બનાવવામાં આવ્યો છે.
મિત્રો બાબરીયા પરિવાર સુરત ખાતે 25 ડિસેમ્બર 2022 ના રોજ પોતાની દીકરી હેતલ ના લગ્ન કરાવવા જઈ રહ્યા છે અને પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા માટે જનકભાઈ બાબરીયાએ લગ્નની કંકોત્રી કાર્ડમાં નોંધ મૂકી છે જેમાં લખ્યું છે કે મંડપ મુરત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે અને ચાંદલા વાસણ વાસણ પેટે રોકડા અને કવર અને ગિફ્ટ સ્વીકારવાની પ્રથા સાવ બંધ છે અને મામેરુ જળ સિવાયની અન્ય પ્રથાઓ પણ બંધ રાખવામાં આવી છે.
મિત્રો ખરેખર આ સંદેશ એક સમાજમાં ખૂબ જ સારું કાર્ય કરશે અને જુના રીતી રિવાજો આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે મોજ રૂપ બની ગયા છે કારણ કે આ જગતમાં તમે ગમે તેટલું સારું કરશો પરંતુ લોકો તમારી ભૂલ અને ખામી શોધવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય છે અને આ જગતમાં મામેરુ તો સ્વયમ ભગવાન દ્વારકાધીશ કુંવરબાઈ નું ભર્યું હતું.
છતાં પણ નાની એવી ચુંદડી માટે કુવરબાઈને લોકો મેળા મારતા હતા અને માત્ર એક નાની એવી ચુંદડી માટે કુવરબાઈને મેણું મારે એટલે કુવરબાઈએ પિતા નરસિંહ મહેતાને કહ્યું કે આટલું કરવા છતાં પિતાજી માટે મેણું રહી ગયું અને ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું હતું કે બેટા તમે જગતમાં ગમે એટલું કામ કરશો પરંતુ લોકો તમારી ખામી શોધશે અને એનું જ નામ વ્યવહાર કહેવાય છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment