તમને બધાને ખબર હશે કે ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના આવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવાનું સપનું લઈને ગુજરાતમાં આવી છે.
આઠ ડિસેમ્બરના રોજ ખબર પડશે કે ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે. ક્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્નની કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ લગ્નની કંકોત્રીમાં ચૂંટણીલક્ષી એવું લખાણ લખવામાં આવ્યું છે કે લગ્નની કંકોત્રી ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે.
મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કંકોત્રી રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રભાત હુંબલની છે. 9 ડિસેમ્બર ના રોજ તેમના ઘરે લગ્ન છે. તેમની કંકોત્રીની અંદર ચૂંટણીને લઈને એવું લખાણ લખાવ્યું કે હાલમાં આ કંકોત્રી ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે.
મિત્રો તમે ઘણી એવી કંકોત્રીઓ જોઈ હશે જેમાં સમાજમાં જાગૃતતા લાવવા માટે લોકો ખૂબ જ સારા સારા મેસેજ અથવા તો સંદેશ લખાવતા હોય છે. ત્યારે ચૂંટણીને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રભાત હુંબલએ કંકોત્રીમાં એક સંદેશ લખાવ્યો છે.
તેમને ચૂંટણીને લઈને ગુજરાતી જનતામાં જાગૃતતા લાવવા અને મતદાન કરવા માટેનો એક સંદેશ કંકોત્રીમાં લખાવ્યો હતો. તેમને કંકોત્રીમાં લખાવ્યું હતું કે “મારો અને મારા પરિવારનો મત આમ આદમી પાર્ટીને”. મિત્રો આ સંદેશ છપાવીને પ્રભાત હુંબલએ કહેવા માગે છે કે અમારો મત અમે આમ આદમી પાર્ટીને આપીશું. આ વાંચીને લોકોમાં મતદાન કરવા માટે જાગૃતતા પણ આવશે.
તેઓ એવું નથી કહેતા કે તમે આમ આદમી પાર્ટીને વોટ આપો પરંતુ તેઓ કહેવા માગે છે કે તમે ચૂંટણી વખતે તમારો વોટ જરૂર આપજો. એટલા માટે આ વાતની કોઈ ઊંધા મતલબ થી લેવી નહીં. મિત્રો તેઓ એક આમ આદમી પાર્ટીના નેતા છે છતાં પણ તેઓએ કંકોત્રીમાં એવું નથી લખ્યું કે તમારો મત આમ આદમી પાર્ટીને આપો. હાલમાં આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment