ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેમણે સૌ કોઇના દિલમાં પોતાનું અનોખુ સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે.ખજૂર ભાઈ કોઈ પણ વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી, ત્યારે ફરી એકવાર એક એવો જ નવો કિસ્સો સામે આવ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે ખજૂર ભાઈ અત્યાર સુધી 200 કરતાં પણ વધારે ઘર બનાવીને લોકોને રહેવા માટે આસરો પણ આપ્યો હતો.કહેવાય છે કે ખજૂર ભાઈ કોઈ વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી અને જ્યારે ખજૂર ભાઈને જેવી ખબર પડે છે કે કોઈ વ્યક્તિ દુઃખી છે. ત્યારે તેમની મદદ કરવા માટે તાત્કાલિક જ ત્યાં પહોંચી જાય છે.
એવામાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હતી ત્યારે ગરમીથી બચવા માટે ખજૂર ભાઇએ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કુલર આપીને સમાજમાં માનવતા મહેકાવી હતી. હાલ આપણી સમક્ષ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ખજૂરભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામની મુલાકાતે આવ્યા છે કે જ્યાં એક વૃદ્ધ માણસની મદદ કરવા પહોંચી ગયા.
આ માજીની વાત કરીશું તો આ માજી એકલા રહે છે અને તેમના પતિનું અવસાન થઈ ગયું છે. તેમનો એક દીકરો અને એક દીકરી છે જે બંને એ માનસિક રીતે બીમાર છે. આ માજી ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે તેમનું ઘર પડી ગયું હતું. તેથી આગળ પાછળ કામ કરનારું કોઈ ન હોવાથી આ માજી ખૂબ જ દુઃખી રહેતા હતા.
એવામાં ખજૂર ભાઈ ને જાણ થતાની સાથે જ તેઓ આ ગામની મુલાકાતે આવ્યા અને માજીની મુલાકાત લીધી. આ માજીની પરિસ્થિતિ સાંભળીને ખજૂર ભાઈ એ માજીને નવો ઘર બનાવી આપ્યો.એટલું જ નહીં આ માજી ને માત્ર બે દિવસમાં જ ઘર બનાવી આપતા માજી ખુબ ખુશ થઇ ગયા હતા અને ખજૂર ભાઈ ને આશીર્વાદ આપી રહ્યા હતા.
ખજૂર ભાઈ આવી જ રીતે કોઈ પણ જરૂરીયાત મંદ વ્યક્તિઓના જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર કરતા નજરે પડે છે. નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઇ માં નથી હોતી પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment