આ ઈલેક્ટ્રીક સ્કૂટર 64 હજારમાં આપશે 160 કિલોમીટર સુધી ની રેન્જ,ગાડી શરૂ કરવા ચાવી ની નહીં પડે જરૂર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો ઈલેક્ટ્રીક ગાડી તરફ વળ્યા છે. ત્યારે અલગ અલગ કંપનીઓ પણ નવા નવા ફીચર્સ સાથે ઈલેક્ટ્રીક ગાડીઓ લોન્ચ કરી રહી છે. ભારતમાં એકથી એક નવા ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઇલેકટ્રીક ગાડીની ખાસ વાત એ છે કે તેને ચલાવવા માટે લાયસન્સ ની જરૂર પડતી નથી.

વાત કરીએ ભારતની જ એક કંપની કે જેનું નામ છે ક્રેયોન મોટર્સ… આ કંપની એ નવું ઈ-સ્કૂટર રજૂ કર્યું છે જેની કિંમત જાણી ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આધુનિક ફીચર્સ સાથેનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર માત્ર 6400 ની કિંમતે રહ્યું છે. જી હા, માત્ર 64000 ની કિંમતમાં આ ઈલેક્ટ્રીક સ્કૂટર ૧૬૦ કિમી ની એવરેજ આપી રહ્યું છે. તમને વિશ્વાસ નહિ થાય પરંતુ આની પુષ્ટિ ખુદ કંપની એ કરી છે.

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક જ વાર ચાર્જ કરવાથી આ સ્કૂટર ૧૬૦ કિલોમીટર સુધી ચાલી શકશે તેમજ તેના મોટર અને કંટ્રોલર ની 2 વર્ષ ની વોરંટી પણ આપવામાં આવી રહી છે. વાત કરીએ તેના ફીચર્સની તો, આ ઈલેક્ટ્રીક સ્કૂટર 25 kmph ની ટોચની ઝડપ સાથે 250w bldc મોટર પાવર આપે છે. ઉપરાંત એક જ વખત ચાર્જ કરતા ૧૬૦ કિલોમીટર સુધીની રેન્જ પણ આપે છે.

તેની વિશેષતા એ છે કે આ સ્કૂટર ટ્યુબલેસ ટાયરવાળું છે અને તેમાં ડિસ્ક બ્રેક અને કન્ફર્ટ રાઈટ નો પણ સમાવેશ થાય છે. આ સ્કૂટર સફેદ, વાદળી, બ્લેક, અને સિલ્વર કલર માં રજુ કરાયું છે જેથી ગ્રાહકો પોતાની પસંદના કલરનું સ્કૂટર લેવાનો લાભ પણ મેળવી શકે છે. આ સ્કૂટર ની ડિઝાઇન ક્રેયોન મોટર્સની ઈન હાઉસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આગળ ડ્યુઅલ હેડલાઈટ પણ આપવામાં આવી છે.

તમામ સુવિધાઓથી ભરપૂર આ ઇલેકટ્રીક સ્કૂટર માત્ર 64000 રૂપિયામાં મળી રહ્યું છે. આ ઉપરાંત તેની સવારી પણ ખુબ જ આરામદાયક છે. તમને જણાવી દઈએ કે આ સ્કૂટર ભારતના 110 રિટેલ સ્થળો પાર વેચાણ માટે મુકવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*