આપ સૌ લોકો ખજૂર ભાઈને જાણીએ છીએ કે તેઓ જરૂરિયાત લોકોની જરૂરિયાત પૂરી કરીને લોકોની મદદ કરે છે. અને સેવાનું કાર્ય કરે છે. તે સેવાનું કામ કરીને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે લોકો પણ તેમના સેવાના કાર્ય ને સલામ કરી રહ્યા છે. ત્યારે તેઓ ઘર બનાવો મુહિમ ચાલુ કર્યું હજુ સુધી પણ ચાલુ જ રાખ્યું છે.
ત્યારે તેમના એક સેવાના કાર્ય વિશે વાત કરીશું જેનાથી લોકોએ ખજૂર ભાઈની વાહવાહ કરી છે. સૌરાષ્ટ્રમાં સરેરા ગામ આવ્યું છે. ત્યાં તેઓ મુલાકાતે ગયા હતા. ત્યારે અહીંયા એક ઘરમાં મા-દીકરો રહે છે. ત્યારે દીકરાને અચાનક છાતીમાં દુખાવો થવા માંડે છે અને માતાની પણ ઉંમર થઈ ગઈ છે અને માતા અપંગ છે.
ત્યારે આ માતાથી કોઈ ખાસ કામ પણ થતું નથી. પરંતુ બંને માં-દીકરો ગમે તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ માતાના પતિનું અવસાન થઈ ગયું તેથી આ પરિવારમાં મા અને દીકરો એમ બંને એકલા રહે છે. વિસ્તૃતમાં જણાવીશ આ માનું નામ વિજુબેન કાળુભાઈ રબારી તેમનો ઘર પડી ગયું છે.
અને માં ના પતિના અવસાન બાદ તેઓ ચાર વર્ષથી ઘણા હેરાન થઈ અને ગામમાં ગમે તેમ કરીને કરીને તેઓ તેમનું ગુજરાન ચલાવે છે. ત્યારે ખજૂર ભાઈ એ બધી જ હકીકત જાણીને આ માજી નું દુઃખ જોવાયું નહિ તેથી તેઓ એ તેમનું ઘર બનાવવાનું ચાલુ કરી દીધું હતું.
તેઓના કામ કરતા લોકોની ટીમ ને દિવસે ગરમી લાગતી હોવાથી આખી ટીમે રાત્રે કામ ચાલુ કરી દીધો હતો અને ખજૂર ભાઈ એ પણ પોતે આખો દિવસ ઇવેન્ટમાં ગયા હોવા છતાં આખી રાત જાગીને અંબાજી નું ઘર ઊભો કરી દીધો હતો તેમની હિંમતને શાબાશી આપવા જેવી છે.
આ એક જ સેવા કાર્ય નહીં પરંતુ આવી રીતે અનેક લોકોને ઘર બનાવી આપ્યા છે અને તેનાથી થાય તેવા પ્રયત્ન એ લોકોની મદદ કરી છે ત્યારે ખજૂરભાઈ સમાજમાં એક આગવી ઓળખ મેળવી છે ત્યારે એટલે જ કહીશ કિસ્મત માં આવા લોકોને પણ જરૂર છે જે લોકો સમાજ કાર્ય કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment