પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો : વડોદરામાં એક યુવકે પોતાની બેદરકારીને કારણે જ પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 4:43 pm, Thu, 31 March 22

વડોદરામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 18 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા શહેર નજીક આવેલા વડગામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવકને ત્રણ મહિના પહેલા કૂતરું કરડ્યું હતું.

ત્યાર બાદ દાખવેલી બેદરકારીના કારણે યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વડોદરાના તરસાલી નજીક આવેલા હરીનગર વડગામમાં 18 વર્ષીય કૃણાલ વિજયભાઈ જાદવ નામના યુવક અને ત્રણ મહિના પહેલા એક રખડતું કૂતરું કરડી ગયું હતું.

કૃણાલ વિજયભાઈ છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમા અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર કૃણાલને કૂતરું કરડ્યું ત્યારબાદ તે એન્ટીરેબિસ્ટનાં ઈન્જેક્શનો લેવાના ડરે તેને કુતરુ કરડવાની સારવાર કરાવી ન હતી.

પરંતુ કૃણાલને ખબર નહોતી કે તેની આ બેદરકારી તેનો જીવ લઇ લેશે. જ્યારે કુણાલને તેના પરિવારે ઇજા વિશે પૂછ્યું ત્યારે પણ તેને ઇન્જેકશનના ડરના કારણે પતરું વાગ્યું છે. તેવું પરિવારજનોને કહ્યું હતું. અને કૃણાલે સારવાર કરાવવી નહીં.

થોડાક સમયમાં જ કૃણાલ ના શરીરમાં ધીરે-ધીરે હડકવાની અસર થવા લાગી. ત્રણ મહિના બાદ તેને પેટમાં ખૂબ જ દુખાવો થયો, ખોરાક લેવા માટે ની અન્નનળી સંકોચાવી ગઈ અને અન્ય કેટલાંક લક્ષણો પણ જોવા મળ્યા. એના કારણે તેની તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોતાની બેદરકારીને કારણે જ કુણાલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારે પોતાનો એકનો એક દિકરો અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેના કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આસપાસના ગામમાં પણ શોક નું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો : વડોદરામાં એક યુવકે પોતાની બેદરકારીને કારણે જ પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*