મિત્રો થોડાક દિવસ પહેલા ગુજરાતમાં આવેલા ગીર સોમનાથના તલાલા તાલુકાના ધાવા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં 14 વર્ષની માસુમ દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. દીકરીનો જીવ લેનાર બીજું કોઈ નહીં પરંતુ દીકરી નો સગો બાપ અને તેના મોટા બાપુજી હતા.
બંને મળીને દીકરીને એવું દર્દનાક મૃત્યુ આપ્યું હતું કે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. અંધશ્રદ્ધામાં દીકરીનો જીવ લેવામાં આવ્યો હતો. માસુમ દીકરીને એવું દર્દનાક મૃત્યુ આપ્યું કે તેના શરીરમાં જીવડા પડી ગયા છતાં પણ તેના બાપની દયા આવી ન હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ઘટનાના બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે.
ધૈર્યાના ગામના લોકોનું કહેવું છે કે બાપ અને મોટા બાપુજીએ મળીને દીકરીની બલી ચડાવી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, દીકરીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરીને તેને જીવતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હજુ પણ આ ઘટનાને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.
એટલું જ નહીં પરંતુ બંને આરોપીએ પરિવારના સભ્યોને ખબર ન પડે તેમ દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને પછી પરિવારના લોકોને કહ્યું હતું કે ચેપી રોગના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. આ ઘટનાને લઈને અનેક લોકોએ પોતાના નિવેદનો આપ્યા છે. ત્યારે News For Gujarat નામની youtube ચેનલમાં એક દીકરી મૃત્યુ પામેલી ધૈર્યાના બાપને લઈને ખૂબ જ મહત્વની વાત કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરી આવા નરાધમ પિતાને સજા કરવાની માંગ ઈશ્વરને કરતી જોવા મળી રહી છે. દીકરી વાત કરતા કહે છે કે આ સ્વાર્થી બાપે નાની એવી કળીને ફુલ બનતા પહેલા જ તોડી નાખી. તમે જ કહો આવા વ્યક્તિને બાપ કેવું કેટલું વ્યાજબી.
આ દીકરી પોતાની વ્યથા વીડિયોમાં વ્યક્ત કરી રહી છે. આ ઉપરાંત વીડિયોમાં દીકરી ઘણું બધું કહે છે. તમે વીડિયો જોઈને દીકરીની સંપૂર્ણ વાત સાંભળી શકો છો. તમારા ઘરમાં પણ બહેન દીકરી હોય તો આ વિડીયો બીજા લોકોને જરૂર શેર કરજો. જેથી હજુ પણ સમાજમાં કેટલાક લોકો જે અંધશ્રદ્ધામાં માને છે તેવા લોકોમાં થોડુંક પરિવર્તન આવી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment