આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે એક ઘટના સામે આવી છે કે જેમાં આજથી 20 વર્ષ પહેલા ખોવાઈ ગયેલ એક યુવતી કે જે શિમલા માંથી મળી આવી. આવી અવનવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. જેમાં જ્યારે કોઈપણ વ્યક્તિ ખોવાઈ છે.
ત્યારે થોડા ઘણા પ્રયત્નો બાદ હવે એ વ્યક્તિ પાછો નહીં આવે અને તેમની આશા છોડી દેતા હોય છે. આ ઘટના છે મહેસાણા ના જાકાસણા ગામમાં કે જ્યાં એક યુવતી ખોવાઈ જતા એ યુવતીએ પણ પરિવારના લોકોને મળવાની આશા છોડી દીધી હતી. જ્યારે તેના પરિવારને મળી ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાઈ ગયા હતા.
વાત જાણે એમ હતી કે જોટાણા તાલુકાના જાકાસણા ગામમાં રહેતા એક ગીતાબેન ઠાકોર કે જેઓ પોતાને માનસિક બીમારીના લીધે 2001 માં ખોવાઈ ગયા હતા. તેમણે પોતાના પરિવારને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં તેઓ તેમાં નિષ્ફળ નીવડ્યા અને અંતે તેમણે પોતાના પરિવારને પાછું મેળવવાની આશા જ છોડી દીધી હતી.
એટલું જ નહીં પરંતુ તેમણે સાંતલ પોલીસને 8 જૂનના રોજ હિમાચલ પ્રદેશના શિમલા મહિલા અને બાળ કલ્યાણ વિકાસ જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ મહિલા માનસિક બીમારીના કારણે કેટલાય વર્ષોથી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વાત જાણે એમ હતી કે આ મહિલા માનસિક રીતે બીમાર હોવાથી કેટલાય વર્ષોથી ત્યાં જ રહે છે.
એવામાં જ્યારે પોલીસે આ ઘટના વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી ત્યારબાદ તેમણે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી હતી. એવામાં જ જાણવા મળ્યું હતું કે 20 વર્ષ પહેલાં આ યુવતી માનસિક બીમારીના લીધે પોતાના પરિવારથી વિખુટી પડી ગઈ હતી અને અહીં રહે છે. તેને પોતાના પરિવારની શોધખોળ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ નિવડી.
પોલીસને જાણ થતાની સાથે જ તેઓ ગીતાબેનને શિમલા હિમાચલ પ્રદેશ મહિલા બાળ કલ્યાણ વિકાસ કેન્દ્ર પરથી ઘરે લાવી તેના પરિવાર સાથે 20 વર્ષ પછી મિલન કરાવ્યું ત્યારે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા.એટલું જ નહીં પરંતુ તેમના પરિવારજનો એ સાંથલ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા અને પોતાની દીકરીને જોઈને પરીવાર રડી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment