હાલના સોશિયલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક નતનવું વાયરલ થતું હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલા એક અનોખા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ કિસ્સો એક માં અને દીકરીનો છે.
વિગતવાર વાત કરીએ તો, એક દીકરીએ પોતાની 50 વર્ષની માતા માટે કંઈક એવું કામ કર્યું કે તમે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એક મહિલાના પતિનું મૃત્યુ થઈ ગયા બાદ મહિલા ઘણા સમયથી એકલી રહેતી હતી.
પરંતુ મહિલાની દીકરીએ તેના બીજા લગ્ન કરાવીને મહિલાનું એકલવાયું જીવન ખુશીઓથી ભરી દીધું છે. દીકરીએ પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા હતા. જ્યારે માતાના લગ્ન થયા ત્યારે આ વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી અને લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા હતા.
દીકરીએ જણાવ્યું કે, મારી માતાની ઉંમર 25 વર્ષની હતી અને મારી ઉંમર બે વર્ષની હતી. ત્યારે મારા પિતાનું દુઃખદ નિધન થયું હતું. પિતાના મૃત્યુ બાદ હું અને મારી માતા બંને મામાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. તેની માતા શિક્ષક છે.
દીકરીએ વધુમાં જણાવ્યું કે હું ઈચ્છતી હતી કે મારી માતા એક જીવનસાથી શોધે. ત્યારે માતા દીકરીને કહેતી હતી કે હું લગ્ન કરીશ તો તારું શું થશે. પછી દીકરી પોતાની માતાને બીજા લગ્ન માટે મનાવવા લાગી અને ઘણા સમય પછી માતા બીજા લગ્ન માટે માની ગઈ.
પછી દીકરીએ પોતાની માતાની એક વ્યક્તિ સાથે મિત્રતા કરાવી અને પછી ધીમે ધીમે તે બંને મિત્ર બની ગયા અને ત્યારબાદ દીકરીએ પોતાના માતાના લગ્ન તે વ્યક્તિ સાથે કરાવી લીધા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment