દેશમાં ઘણી ખરી મહિલાઓ એવી છે જે સખત મહેનત કરીને સફળતા મેળવે છે. કેરળ માં રહેતી મેરિયન જોસેફ ની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ યુવતી સારા એવા પરિવારમાં જન્મી હતી એટલે તેને સારી સુવિધાઓ સાથે સારું શિક્ષણ મળ્યું હતું અને તેને પ્રારંભિક શિક્ષણ કેરળમાંથી મેળવ્યો હતો.
મેરિયન તેના ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી ગઈ હતી.સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી બીએ માં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. ખૂબ મહેનત કરીને માત્ર 22 વર્ષની ઉંમરમાં તેને પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી હતી અને આઇ.એ.એસ અધિકારી બની ગઈ હતી.
મેરિયન હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલિસ એકેડમીમાં તાલીમ પણ મેળવી ચૂકી હતી.મેરિયન તેના રાજ્યમાં સ્વતંત્રતા દિવસના દિવસે પરેડનું સંચાલન કરવા માટે મેરિયન સૌથી યુવા અધિકારી નું બિરુદ આપવામાં આવ્યું હતું અને તેને પોલીસ અધિક્ષક બનાવવામાં આવી હતી.આ યુવા અધિકારીએ મહિલાઓ સુરક્ષિત રહી શકે તે માટે રસ્તાઓ પર ફરવાનું ચાલુ કર્યું હતું.
મેરિયન જોસેફ મહિલાઓની સલામતી પર વધારે ધ્યાન આપતી હતી અને અનેક પ્રકારના પ્રયોગનો ઉપયોગ કરીને તેમની સુરક્ષા કરતી હતી. આથી મેરિયન જયારે 30 વર્ષની હતી ત્યારે તેની એક અલગ ઓળખ બનાવી દીધી હતી. માત્ર 22 વર્ષની ઉંમરે આઈએએસ અધિકારી બનીને સમગ્ર દેશમાં અને સમાજમાં માતા-પિતાનું નામ રોશન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment