દેશમાં કોરોનાની મહામારી ના કારણે તમામ રાજ્યોમાં લોકડાઉનના પ્રતિબંધો લાગ્યા હતા. તેવામાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ની સ્થિતિ કાબુમાં આવતા દિલ્હી સરકાર દ્વારા 5 જુલાઈએ સ્ટેડિયમ અને રમત-ગમત ઉપરાંત અન્ય છૂટછાટ આપી શકે છે.
દિલ્હીમાં અનલૉક 6 માં સરકાર સ્ટેડિયમ અને રમત ગમતના સ્થળોને ખોલવાની પરવાનગી આપી શકે છે. પરંતુ દિલ્હીમાં હજુ મેટ્રો સહિત અન્ય સાર્વજનિક ટ્રાન્સપોર્ટ અને સંપૂર્ણ રીતે ખોલવાની શક્યતા નથી.
કારણકે ટ્રાન્સપોર્ટ અને મેટ્રો ખોલવાથી ભીડનું પ્રમાણ વધી શકે છે. તેના કારણે કોરોના ની સ્થિતિ બેકાબૂ થઈ શકે છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં સિનેમાઘર અને સ્વિમિંગ પૂલ ખોલવાની શક્યતા નથી.
આ તમામ મુદ્દા પર અરવિંદ કેજરીવાલ આજે સાંજે નિર્ણય લેશે. દિલ્હીમાં કોરોના કેસ ઓછા થતાં અનલૉક 6 ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
જો દિલ્હીમાં સ્ટેડિયમ અને રમત ગમતના સ્થળો ખોલવામાં આવશે તો કોરોના ના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દિલ્હીમાં હાલમાં પ્રતિબંધોમાં સિનેમાઘર, સ્કૂલ-કોલેજો, સામાજિક, રાજનૈતિક, સંસ્કૃતિક અને ધાર્મિક આયોજનનો ની પરવાનગી નથી.
ઉપરાંત સ્વિમિંગ પૂલ પણ બંધ છે. દિલ્હીમાં 24 કલાકમાં કોરોના નવા 86 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કુલ 24988 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવીટીનો રેટ 0.11 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment