મિત્રો આજના આધુનિક યુગમાં લોકો સ્વાર્થી બની ગયા છે. આજના સમયમાં લોકો પહેલા પોતાનો સ્વાર્થ જોવે છે અને પછી બીજા બધા કાર્યો કરે છે. ત્યારે આજે આ બધા વચ્ચે આપણે એક વ્યક્તિની ઈમાનદારી વિશે વાત કરવાના છીએ. આ વ્યક્તિએ એવું કામ કર્યું છે કે સાંભળીને તમે પણ તેની વાહ-વાહ કરશો.
આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે પરંતુ ફરી એક વખત અમે તમારી સામે આ કિસ્સો રજૂ કરી રહ્યા છીએ. વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢના મનપાના એક સફાઈ કર્મચારીને ડસ્ટબીનમાંથી 1 લાખ રૂપિયાનો મોબાઇલ મળ્યો હતો.
મોબાઈલ મળ્યા બાદ સફાઈ કર્મચારીએ ઈમાનદારી બતાવીને તે મોબાઈલ તેના સાચા માલિકને પરત આપી દીધો હતો. સફાઈ કર્મચારીની ઈમાનદારી જોઈને ફોનના માલિક પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આ સફાઈ કર્મચારીની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થવા લાગી હતી.
આ ઈમાનદાર સફાઈ કર્મચારીનું નામ ભુસિંગભાઈ છે. તેઓ કચરો લેવા ગયા આ દરમિયાન તેમને કચરામાંથી એક મોબાઇલ મળ્યો હતો. ત્યાર પછી તેમને તે મોબાઈલ તેના સાચા માલિક સુધી પહોંચાડ્યો અને પોતાની ઈમાનદારી બતાવી હતી. મોબાઈલ મળતા જ મોબાઈલના સાચા માલિકે સફાઈ કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment