દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બાબા રામદેવ ઘણા સમયથી ચર્ચામાં છે. બાબા રામદેવના એક વિવાદિત નિવેદન ના કારણે દેશની મોટાભાગની જનતા બાબા રામદેવ ના વિરોધમાં ઊભી થઈ હતી. ત્યારે મળતી માહિતી અનુસાર અદાણી વિલ્મર નો IPO આવતા અઠવાડિયે માર્કેટમાં રેગ્યુલેટર સેબીની પાસે ડ્રાફ્ટ રેટ હેરીંગ પ્રોસ્પેક્ટ્સ જમા કરી શકે છે.
ભારતી માહિતી મુજબ અદાણી વિલ્મર 5000 કરોડ રૂપિયાનો IPO સામે લાવી શકે છે. આ ઉપરાંત IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ, ICICI સિકયોરિટી અને જેપી મોર્ગન સંભાવિત બેકર બનાવવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ અદાણી ગ્રૂપ અદાણી વિલ્મરે 2027 સુધીમાં દેશની સૌથી મોટી ફુડ કંપની બનાવવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ ઉપરાંત માર્કેટમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ લક્ષ્યને પૂરો કરવા માટે અદાણી ગ્રુપ દ્વારા IPO લાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ IPO થી મળનારી રકમનો ઉપયોગ કારોબારીના વિસ્તારમાં કરાશે.
તેમજ ખાદ્યતેલની કારોબારીમાં અદાણી વિલ્મર ની બજાર ની ભાગીદારી 20 ટકાની છે. અદાણી ગ્રુપ કંપની થી બાબા રામદેવને ધંધાકીય ક્ષેત્રે સારી એવી ચક્કર મળી શકે છે. .
આ ઉપરાંત અદાણી ગ્રૂપ અને વિલ્મરની 50-50 ટકા ભાગીદારી છે. અદાણી અને વિલ્મર મળીને બાસમતી ચોખા, લોટ, રવો, મેંદો, દાળ, ખાદ્યતેલ અને ચણાના લોટનું ઉત્પાદન કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment