કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હાઈકોર્ટે ગુજરાતની રૂપાણી સરકારને આપી ટકોર, કહ્યું કે…

Published on: 11:21 am, Sat, 24 July 21

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી ત્યારે કોરોના ની બીજી લહેર માં સંક્રમણના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે સુઓમોટો અરજી પર ચુકાદો આપવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂપાણી સરકારને આ આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને રસીકરણ કે લઈને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં વધારો ઘરે જેને લઇને કોરોના ની ત્રીજી લહેર વખતે લોકોને કોરોના ની ત્રીજી લેહર થી બચવા માટે પૂરતી સગવડ મળી રહે.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની જનતાને માસ્ક બાબતે ગંભીર થવા તેમજ રસી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત વધુમાં હાઇકોર્ટે એવું પણ કહ્યું કે સરકાર દ્વારા 18 વર્ષથી નીચેના બાળકોની હવે ચિંતા કરવામાં આવે, આ ઉપરાંત સરકાર દ્વારા RTPCR બેસ્ટ ઉપર પણ વધારે ધ્યાન આપવા માટે રાજ્ય સરકારને ટકોર કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સરકારને ડોર ટુ ડોર રસી આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવી જોઈએ. ઉપરાંત હાઈકોર્ટે સરકારને ત્રીજી લહેરમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવા માટેની ખાસ ટકોર કરી છે.

હાઇકોર્ટ નું કહેવું છે કે હજુ પણ રાજ્યમાં રસી મુદ્દે લોકોમાં જાગૃતતા નો અભાવ છે. તેથી હાઇકોર્ટ દ્વારા સરકારને ગામડાઓમાં રસીકરણ અભિયાન જાગૃતતા લાવવા માટે ભાર મૂકવાનો આદેશ આપ્યો છે.

કારણકે હજુ પણ કેટલાક ગામડાઓ એવા છે જ્યાં કોરોના ની રસી ને લઈને જાગૃતતા આવી નથી. તેમજ હાઈકોર્ટે સરકારને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં નર્સ, તબીબો અને મેડડીલ સ્ટાફની અછત ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.