મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોએ ભગવાન વિશે કરેલી વિવાદિત ટિપ્પણીના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ આ વાતની જ ચર્ચાઓ ચાલી રહી છે. વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકાર રાજભા ગઢવી અને દેવાયત ખવડે પણ આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા બધા લોકોએ વીડિયોના મારફતે પોતાના નિવેદનો આપ્યા હતા.
મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા દેવોના દેવ મહાદેવ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. ત્યાર પછી તો ભગવાન વિશે કરેલી વિવાદિત ટિપ્પણીના ઘણા જુના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ વીડિયોના બાબતે જય પટેલ નાગરાજે પોતાના instagram એકાઉન્ટ પર વિડીયો બનાવીને ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે.
મિત્રો જય પટેલ નાગરાજે નિવેદન આપતા જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક હિન્દુ ધર્મનો સંપ્રદાય છે. ધર્મને બાટવા કરતા પહેલ ધર્મને એક કરવાની કોશિશ કરવી જોઈએ. માણસથી ભૂલ થઈ શકે છે. તો આપણે આ ભૂલને હાઈલાઈટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનાવવો ન જોઈએ. વધુમાં જય પટેલ નાગરાજે જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભૂલ કરવામાં આવી છે તે વિશે તેમને માફી પણ માંગી લીધી છે.
હું પણ તેમનો વિરોધી છું ભગવાન વિશે તેમને આવું ન બોલવું જોઈએ. પરંતુ કેટલાક એવા લોકો છે જે જુના જુના વિડીયો લાવે છે, જુના જુના ફોટા લાવે છે. જે વિડિયો વિશે લોકો ભૂલી ગયા છે તે ફરીથી સામે લાવે છે. હું તેવા લોકોને કહેવા માગું છું કે, શું કરવા તમે એક ભગવો ધારણ કરેલા સ્વામીનો મજાક બનાવો છો. અરે બીજા મજબમાં અથવા તો બીજા ધર્મમાં એમના પણ પાદરીઓ અથવા તો મોલવીઓ આવી સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે છે. પરંતુ તમે જોયા ત્યારે એમના ધર્મના લોકોએ માફી મંગાવતા?
તમે ક્યારેય જોયા તેમને માફી મંગાવતા અથવા તો જાહેરમાં વિરુદ્ધ પ્રદર્શન કરતા. એવું ક્યારેય નહીં જોવા મળે. અમારા ભગવાન તમારા ભગવાન અમારો ધર્મ તમારો ધર્મ શું છે આ બધું. ધર્મ અને સંપ્રદાય શું છે તમને ખબર છે? સ્વામિનારાયણ એક સંપ્રદાય છે તે કોઈ ધર્મ નથી. તમે તો ધર્મના બટવારા કરી નાખ્યા.
હિન્દુઓના બટવારા કરી નાખ્યા. ભગવાનના પણ બટવારા કરી નાખ્યા. મારો ભગવાન તમારો ભગવાન. અરે મિત્રો ભગવાન તો બજાનો એક જ છે અને આપણા બધાનો એક જ ધર્મ છે જે હિન્દુ ધર્મ છે. આવું નિવેદન જયેશ પટેલે નાગરાજે આપ્યું હતું. મિત્રો જય પટેલે વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, આટલી બધી લાગણી દુભાતી હોય તો જૂનાગઢના કમલેશ રાવળ કરીને છે જે આપણા દેવી-દેવતાઓ વિશે મન ફાવે તેવું બોલે છે. પહેલા તેની પાસે માફી મંગાવો.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment