બાઈક પર સવાર પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, અકસ્માતમાં ગર્ભવતી પત્નીનું મૃત્યુ…ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે..!

Published on: 3:03 pm, Sun, 18 September 22

મિત્રો દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક હસ્તો ખેલતો પરિવાર અકસ્માતના કારણે વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક ચાલક બીજી બાઇકને પાછળથી જોરદાર ટક્કર લગાવે છે.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં આગળ જઈ રહેલી બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

બંનેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના પેટમાં છ મહિનાનો ગર્ભ હતો. આ ગંભીર અકસ્માતની ઘટના અલવરના ચંદોલી ગામ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજરોજ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર સંદીપ નામનો એક યુવક એક કંપનીમાં કામ કરતો હતો. શનિવારના રોજ સંદીપ પોતાની ગર્ભવતી પત્ની સાથે બાઈક પર જઈ રહ્યો હતો.

આ દરમિયાન અલવર નજીક ચંદોલી પાસે પાછળથી આવી રહેલી બાઈકે સંદીપની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં સંદીપની પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપની પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે સંદીપ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સંદીપ ના પિતા એક ખેડૂત છે. સંદીપ ના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, અકસ્માતમાં ગર્ભવતી પત્નીનું મૃત્યુ…ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે..!"

Leave a comment

Your email address will not be published.


*