મિત્રો સુરત શહેર તો ખાણીપીણી બાબતે સમગ્ર દેશમાં સર્વોચ્ચ છે ત્યારે સુરતીઓ પણ ખાવા પીવાના એટલા જ શોખીન હોય છે અને સુરતમાં અનેક રાજ્યમાંથી લોકો આવીને અને કુડ ના સ્ટોલ ખોલીને ખૂબ જ પૈસા કમાય છે. મિત્રો કહેવાય તો છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમણ વિશ્વભરમાં વિખ્યાત છે
ત્યારે આ સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે સૌરાષ્ટ્રના ગારીયાધાર ના વતની વાસુભાઇએ. મિત્રો તેઓ વડાપાવ વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે.ગારીયાધાર ના વાસુભાઈ સુરતમાં માત્ર હીરાનો વ્યવસાય કરવા માટે આવ્યા હતા અને તેનાથી જ તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે વાસુભાઈએ જણાવ્યું હતું કે
એક વર્ષ પહેલાં તેમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી થઈ ગઈ કે તેમને દવાખાનાના પૈસા પણ લોકો પાસે ઉછીના માગવા પડ્યા હતા.હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેમને પોતાનું નાનું એવું જંગલી વડાપાવ નામનું ફૂડ ટ્રક ચાલુ કર્યું હતું. જેમાં તેમના દ્વારા કંઈક અલગ જ અંદાજમાં વડાપાઉં ને તૈયાર કરવામાં આવ્યું છે કે
જે નોર્મલ તો ન જ કહી શકાય. જંગલી વડાપાવ ખાવા લોકોની લાઈનો લાગવા માંડી અને આજે તેમને વડાપાવ વેચીને સારી એવી સફળતા મેળવી છે. પહેલા વાસુભાઈ મહિને 18000 રૂપિયા કમાતા હતા અને આજે એક જ દિવસમાં
તેઓ 18 હજાર રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. મિત્રો કોઈપણ કાર્યને લગ્ન અને મહેનતથી કરવામાં આવે તો તેનો બમણો ફાયદો પ્રાપ્ત થાય છે અને આજે તમામ યુવા વર્ગને માત્ર સાત ધોરણ ભણેલા વાસુભાઈ પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment