ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોના ના કેસ ની વચ્ચે સોશિયલ મીડિયા પર એ વાતનું ચર્ચા નું જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, ગુજરાત રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે. રાજ્યમાં 24 નવેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ફરી લોકડાઉન થઈ શકે છે. આ અંગે સરકારે નવું જાહેરનામું બહાર પાડી શકે છે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ મુદ્દે રાજય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી કોઈ લોકડાઉન ની સંભાવના નથી.કચ્છજિલ્લામાં સતત વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને આ રાજ પૂર્વ રાજ્યમંત્રીએ લોકડાઉન લાદવાની વાત કરેલ છે. પૂર્વ રાજ્યમંત્રીએ કહ્યું કે, શનિ અને રવિવારે સવારના 7 વાગ્યા થી રાતના સાત વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાની મુખ્ય વિજય રૂપાણી ને વિનંતી કરી છે.
આપણે જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાત રાજ્યમાં 1405 કોરોના કેસ નોંધાયા હતા.સાચે જ વધુ 14 લોકોના મોત સાથે કોરોના નો કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 16354 છે.
જયારે1,09,211 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 89 દર્દી વેન્ટિલેટર પર છે અને 16,265 લોકો સ્ટેબળ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment