આ બેનને હાથીની સળી કરવી ભારે પડી ગઈ..! હાથીને ગુસ્સો આવતા યુવતી સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રુવાડા ઊભા થઈ જશે…

Published on: 11:36 am, Sat, 20 May 23

આજકાલના આધુનિક જમાનામાં લોકો સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા વીડીયાઓ વાયરલ થતા હોય છે જે જોઈને ઘણી વખત હસવું પણ આવે છે અને ઘણી વખત આપણે ચોકી પણ જોઈએ છીએ. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા ઘણા બધા વિડીયો રોજ વાયરલ થતા હોય છે.

ખાસ કરીને હાથીના વીડિયોને જોવાનું લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. કારણકે હાથી શાંત અને ખૂબ જ પ્રેમાળ પ્રાણી છે, પરંતુ હાથીને જ્યારે ગુસ્સો આવે ત્યારે આખું જંગલ ગાંડુ કરી દેતો હોય છે. હાથીના ગુસ્સાના પણ ઘણા વિડીયો તમે જોયા હશે, જેમાં હાથી ગુસ્સે થાય ત્યારે લોકોના હોશ ઉડી જાય છે.

હાથી ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે, જો કોઈ વ્યક્તિ હાથીને પરેશાન કરવાનો પ્રયાસ કરે તો તેને પાઠ શીખવવામાં જરા પણ પાછળ રહેતો નથી.હાથી તેમના મનપસંદ ખોરાક મેળવવા માટે ગમે તેટલા અંતરે જઈ શકે છે, પરંતુ ખોરાક વિશે તેને કોઈ પરેશાન કરે તો તે સહન કરી શકતો નથી. આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં એક હાથી ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જ્યારે તેની સામે એક વિદેશી યુવતી એક હાથમાં કેળાની આખી દાંડી અને બીજા હાથમાં કેળું બતાવીને હાથીને આગળ બોલાવવાનો પ્રયાસ કરી રહી છે. સામે તેને ઓળખનાર વ્યક્તિ તેના મોબાઈલમાં વિડીયો શુટ કરી રહી છે.

છોકરીએ હાથીને કેળું બતાવીને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથી અંદરથી ગુસ્સે થઈ રહ્યો હતો. જ્યારે હાથી કેળા ખાવા માટે આગળ વધી રહ્યો હતો ત્યારે છોકરી તેને તેના હાથમાં કેળું આપી રહી ન હતી. આ વાત પર હાથી ગુસ્સે થઈ ગયો અને તેણે તેની સૂંઢ વડે છોકરી પર હુમલો કર્યો. આ હુમલા નો વિડીયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે છોકરીને વાગ્યું હશે કારણ કે તે ઘણી દૂર પડી ગઈ હતી.

થોડીક સેકન્ડ સુધી વીડિયો જોયા બાદ લોકોના શ્વાસ અટકી ગયા, આ વિડીયો આઈ.એફ.એસ ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે કેપ્શન માં લખ્યું હતું કે, ‘તમે હાથીને મૂર્ખ બનાવી શકતા નથી, પછી ભલે તે પાલતુ હોય, તે કેદમાં જીવતા સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે’.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બેનને હાથીની સળી કરવી ભારે પડી ગઈ..! હાથીને ગુસ્સો આવતા યુવતી સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રુવાડા ઊભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*