કોરોનાવાયરસ થી લડવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આયુર્વેદિક દવા ને પણ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે આયુષ 64 નામની દવા કોરોના સામેની જંગમાં હોવાની જાણકારી ટ્વીટ દ્વારા આપવામાં આવી હતું.
આયુષ મંત્રાલય ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી.આયુષ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વધી રહેલા સંક્રમણ વચ્ચે વૈજ્ઞાનિકોની આ મહેનત આશાના કિરણ સમાન છે.
આયુષના નેશનલ રિસર્ચ પ્રોફેસર ડો. ભૂષણ પટવર્ધને જણાવ્યું કે, આયુષ 64 ના પરિણામો ખૂબ જ ઉત્સાહવર્ધક છે અને દુનિયાની પ્રતિષ્ઠિત મેડીકલ જર્નલ માં તેના ક્લિનિકલ ટ્રાયલ ના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવશે.
આયુષ 64 હર્બલ દવા છે અને તેનું સંશોધન કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ કરી છે. આ દવાથી સામાન્ય અને મધ્યમ સ્તરના કોરોના સંક્રમણ ના ઉપચાર અસરકારક નીવડશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોના સામેની લડાઈમાં માસ્ક જ સૌથી મોટું હથિયાર છે. મન પડે તેમ કરીએ પરંતુ કોરોના અનુરૂપ વ્યવહાર ન ચૂકશો.
બે ગજ નું અંતર ના ભૂલવું જોઈએ અને સામાન્ય લક્ષણો પણ લાગે તો ટેસ્ટ જરૂરી કરાવી લેવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment