કેન્દ્રની મોદી સરકારના છૂટી ગયા પરસેવા, 16 વર્ષ જૂની બદલાઈ…

Published on: 5:40 pm, Thu, 29 April 21

કોરોનાવાયરસ ના કારણે ભારતમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે મોદી સરકારે 16 વર્ષ જૂની નીતિ બદલવી પડી છે. કોરોના સંક્રમણ ની વચ્ચે બહારના દેશોમાંથી મદદ લેવા માટે પોલીસના કેટલાક ફેરફાર કરવા પડ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સરકારી સૂત્રોના હવાલાથી સામે આવ્યું છે.

કે હવે ચીન થી ઓક્સિજન સંબંધિત ઉપકરણો અને મેડિકલ સાધનો લેવામાં કોઈ સમસ્યા રહેશે નહીં. સૂત્રો અનુસાર પાકિસ્તાનની મદદ લેવા માટે અત્યારે દિલ્હી ની સરકાર તૈયાર નથી.

અને આ સિવાય ઈન્ડિયન એક્સપ્રેસના સૂત્રોના દાવા અનુસાર રાજ્ય સરકારો પણ હવે વિદેશી એજન્સીઓ થી જીવન રક્ષક ઉપકરણો ખરીદી શકશે અને તેમાં કેન્દ્ર સરકાર રસ્તામાં નહીં આવે.

નોંધનીય છે કે 16 વર્ષ પહેલા મનમોહન સરકાર દ્વારા વિદેશી સ્ત્રોતો ની મદદ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારત એક ઉભરતી શક્તિ છે તેવું ભાર આપવામાં આવ્યો હતો.

આટલું જ નહીં ગુજરાત ભૂકંપ અને બંગાળમાં ચક્રવાત જેવી આફત વખતે વિદેશથી મદદ લેવામાં આવી હતી.વર્ષ 2004માં સુનામી બાદ તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહે નિવેદન આપ્યું કે મને લાગે છે.

કે ભારત પોતાના દમ પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. અને જરૂર પડશે ત્યારે અમે મદદ કરીશું તે સમયે ભારત સરકારની આ નીતિને ઐતિહાસિક ગણવામાં આવી હતી. મનમોહનસિંહ નક્કી કર્યું હતું.

કે અમે વિદેશી મદદ નહીં લઇ અને તેમાં વર્ષ 2013 માં ઉત્તરાખંડમાં ત્રાસડી આવી ત્યારે પણ મદદ લેવાથી ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે મોદી સરકારના કાર્યકાળમાં આવેલા કોરોના સંકટમાં આ નીતિને બદલવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારના છૂટી ગયા પરસેવા, 16 વર્ષ જૂની બદલાઈ…"

Leave a comment

Your email address will not be published.


*