આપણે ઘણીવાર હિંમત અને સાહસની વાતો સાંભળતા હોઈએ છીએ અને આવી વાતો માંથી જ આપણને પ્રેરણા મળતી હોય છે. આવી જ એક કહાની 22 વર્ષની દીકરીની છે. હરિયાણાના નાના એવા શહેર હિસાર માં રહે છે. આ દીકરી ના આખા પરિવારનું ગુજરાન તેના પિતાની નોકરી પર ચાલતું હતું.
તેના પિતાનું મૃત્યુ થઇ જતાં પરિવારની બધી જવાબદારી આ દીકરી પર આવી ગઈ. કારણ કે આઠ ભાઈ-બહેનોમાં કોઈ એવું ન હતું જે ઘરની સંભાળ રાખી શકે. આવી પરિસ્થિતિમાં કોઈ સામાન્ય વ્યક્તિ આવી પરિસ્થિતિમાં હિંમત હારી જતો હોય છે. પણ આ દીકરી હિંમત ન હારી અને 22 વર્ષ ની ઉંમરે આખા પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.
આખા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ દીકરી તેના શહેરના ડેપોમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેની કમાણી માંથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. લોકોને જોઈને દરેક ને આશ્ચર્ય થશે કે આટલી નાની ઉંમરે રોજ કામ કરવા માટે તે ડેપોમાં જાય છે અને ત્યાં બસો નું સમારકામ કરે છે.આ અહેવાલ વાંચ્યા બાદ કોઈનું પણ દિલ ભરાઈ આવશે.
આ દીકરી મિકેનિકલ હેલ્પર ની સાથે સાથે માર્શલ આર્ટ માં નેશનલ ચેમ્પિયન રહી ચૂકી છે. તેને માર્શલ આર્ટમાં નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.આ દીકરીને તેની રમતના કારણે મિકેનિકલ હેલ્પર ની નોકરી મળી છે.
દીકરીએ તેના પિતાના કહેવાથી માર્શલ આર્ટ શીખી હતી. તેમના પિતાનું સપનું હતું કે તેમની પુત્રી માર્શલ આર્ટમાં દેશને ગોલ્ડ મેડલ અપાવે. એટલા માટે દીકરીએ માર્શલ આર્ટની તાલીમ શરૂ કરી હતી. દીકરી ની અંદર એટલી પ્રતિભા હતી કે તેને નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આજે એક માર્શલ આર્ટ તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મદદગાર સાબિત થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment