અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અચાનક બે માળનું મકાન થયું ધરાશાય, એક વ્યક્તિની હાલત ગંભીર…

Published on: 4:29 pm, Fri, 3 September 21

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં એક મકાન પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાલુપુરા વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં આજે સવારે બે માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ જ્યારે મકાન ધરાશાયી થયો.

ત્યારે ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અને તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જેમાં એક વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર છે. ભારે વરસાદના કારણે જુનુ મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના આજરોજ સવારે બની હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અને તેઓએ જ ફાયરબ્રિગેડની ટીમને ફોન કરી દીધો હતો. આયર બ્રિગેડની ટીમ દ્વારા 20 મિનિટની મહેનત બાદ ત્રણેય લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અમદાવાદમાં આવી ઘટનાઓ બનતી જ રહે છે બે મહિના અગાઉ દરિયાપુરમાં પણ એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. તેમાં પણ એક જ પરિવારના ત્રણ એ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અચાનક બે માળનું મકાન થયું ધરાશાય, એક વ્યક્તિની હાલત ગંભીર…"

Leave a comment

Your email address will not be published.


*