મેકેનિકલ એન્જિનિયરિંગની નોકરી કરવાનું વિચારતા, આ વ્યક્તિ કેવી રીતે દીક્ષા લઈને બની ગયા ‘જ્ઞાનવત્સલ સ્વામી’… જાણો તેમના જીવનની ન સાંભળેલી વાતો…

મિત્રો હાલમાં અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. હજારો હરિભક્તો અને સંતો અહીં સેવા કરી રહ્યા છે. ત્યારે તમે બધા ડો.જ્ઞાનવત્સલ સ્વામીને તો જરૂર ઓળખતા હશો. સોશિયલ મીડિયા પર હંમેશા તેમના મોટીવેશનલ વિડિયો આપણને જોવા મળતા હોય છે.

ઘણા એવા પણ વિડિયો જોયા હશે જેમાં જ્ઞાન વત્સલ સ્વામી કડકડાટ ઇંગલિશ બોલતા હોય છે. તો ચાલો જાણીએ આટલું બધું ભણેલા અને એટલું બધું નોલેજ વાળા વ્યક્તિ કેવી રીતે સંત બન્યા. જ્ઞાનવત્સલ સ્વામીએ વલ્લભવિદ્યાનગરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમને 1991માં પોતાનું એન્જિનિયરિંગ કમ્પલેટ કર્યું હતું.

એન્જિનિયરિંગ કમ્પલેટ કર્યા બાદ જ્ઞાનવત્સલ સ્વામી એક સારી એવી નોકરી કરવાનું વિચારતા હતા. ત્યારે તેમને અચાનક જ 1992માં પ્રમુખસ્વામી મહારાજના હાથે દીક્ષા લઈને સંત બની ગયા હતા. જ્ઞાન વત્સલ સ્વામીએ વાત કરતા જણાવ્યું કે, હું જ્યારે વલ્લભવિદ્યાનગરમાં BAPS છાત્રાલયમાં રહેતો અને મેકેનિકલ એન્જિનિયરિંગ ભણતો હતો.

ત્યારે હોસ્ટેલમાં પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ત્યાં આવતા અને ચાર પાંચ દિવસ રોકાતા. એટલે મેં પ્રમુખસ્વામી મહારાજનું જીવન ખૂબ જ નજીકથી જોયું છે. તેમના જીવનની ત્રણ વાતો જોઈ. તેમના વ્યક્તિગત જીવનમાં પવિત્રતા જોઈ. બીજી વાત જોઈ તેમનામાં સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા પ્રેમ અને નિસ્વાર્થ સેવા ભાવના.

ત્રીજી બાબત જોઈ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો તેમનો અનન્ય ભક્તિભાવ. એટલે મને થયું કે આ જીવન જીવવા માટે મારે માટે સારો રસ્તો છે. ત્યારે મને એમ થયું કે સમાજને આપણું યોગદાન આપી શકે અને એના માટે આ સારો પથ છે એટલે મેં દીક્ષા લેવાનું વિચાર્યું હતું. મે 1992માં પ્રમુખસ્વામી મહારાજના હાથે દીક્ષા લીધી હતી.

ગાંધીનગરમાં અક્ષરધામ નું ઉદઘાટન થયું ત્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ પણ હતો. ત્યારે મેં એક ડિસેમ્બર 1992ના દિવસે દીક્ષા લીધી. મિત્રો તમને જણાવી દે કે આવી રીતે જ્ઞાન વત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોઈને પોતે સંત બનવાનું નક્કી કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*