જામનગર શહેરના ગુલાબ નગર પાસે આજે અકસ્માતની એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા. સદનસીબે પાછળથી વાહન આવતું ન હોવાને કારણે બંને વિદ્યાર્થીનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત ની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારા બંને વિદ્યાર્થીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોડીયા થી જામનગર આવી રહેલી એસટી બસ આજે ગુલાબ નગર પાસે પહોંચતા સ્પીડ બ્રેકર પાસે ડ્રાઇવરે બ્રેક મારી હતી. ત્યારે અચાનક પાછળના ભાગના કાચ તૂટી પડતા પાછળ બેસેલા બે વિદ્યાર્થી નીચે પટકાયા હતા.
જોરદાર અવાજ આવતા જ ડ્રાઇવરે બસને ઉભી રાખી દીધી હતી. આસપાસ થી પસાર થતા વાહન ચાલકો પણ રોકાઈ ગયા હતા, સદનસીબે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે બંને વિદ્યાર્થીનો બચાવ થયો હતો.
ચાલુ બસમાંથી બંને વિદ્યાર્થી નીચે પડ્યા હતા, સીસીટીવી માં જોઈ શકાય છે કે બંને વિદ્યાર્થી તરત રસ્તા પરથી ઉભા થઈ સાઈડમાં ચાલ્યા ગયા હતા. જોકે બંનેને હાથમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના ગુલાબ નગર સ્પીડ બ્રેકર આવતા જ એસટી બસના ચાલકે બ્રેક મારી હતી. આ સમયે જ પાછળનો કાચ ધડાકભર તૂટી પડ્યો હતો. જોકે બસમાં સવાર મુસાફરો નીચે કઈ રીતે પડ્યા એ પોલીસ અને એસટી વિભાગની તપાસ બાદ જ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment