દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે સારી એવી હલચલ થઇ રહી છે. ત્યારે મમતા બેનરજીએ શહીદ દિન પર વિપક્ષ એકતાની હાલક કરી ને ચલો દિલ્હી નો નારો બુલંદ કર્યા પછી હવે સમગ્ર રાજકીય પક્ષોની નજર મમતા બેનરજીની દિલ્હી યાત્રા પર છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 26 જુલાઈના રોજ દિલ્હી આવવાના છે. આ ઉપરાંત મમતા બેનરજીની યાત્રા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ થાય છે કે નહિં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
આ ઉપરાંત શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપવા માટે વિપક્ષી મોરચા રચવા પોતાના નિવાસસ્થાને સોમવારના રોજ બેઠક બોલાવી છે.
શરદ પવારની સાથે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહેશે. મમતા બેનરજીએ ભાજપને બંગાળમાં આપેલી હારના પગલે આ બેઠકમાં મમતા શું નિર્ણય લેશ. તેના પર સૌની નજર છે.
આ ઉપરાંત મમતા બેનરજીએ ‘ખેલા હોબે’ ના નારાને દિલ્હી સુધી પહોંચાડવાનું એલાન કરી દીધું છે. પરંતુ તેના માટે સમગ્ર માસ્ટર પ્લાન શું હશે તેનો કોઈ પણ પ્રકારનો શોખ કર્યો નથી.
શરદ પવારે બોલાવેલી બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના પત્તાં ખોલશે એવું મનાય છે. મમતા બેનર્જી બંગાળ સિવાય બીજા રાજ્યમાં પોતાનો પ્રભાવ નહીં દેખાડી શકે તેવું વિપક્ષના નેતાઓ સ્વીકારે છે.
પરંતુ ભાજપને આપેલી હારના કારણે આ વિપક્ષોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. આ ઉપરાંત મમતા બેનર્જી ધીરે ધીરે ગુજરાતમાં પણ પોતાનો ગઢ જમાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment