ગુજરાત રાજ્યના આ શહેરોમાં લોકડાઉન ને લઈને આ લોકો એ કરી માંગ, અન્ય રાજ્યમાં લોકડાઉન થયું છે તો વિજયભાઈ તમે કેમ નથી કરતા ?

કોરોના ની ગંભીર પરિસ્થિતિને જોતા સુરત ના ડોક્ટરએ એક અઠવાડિયા થી લઈને 10 દિવસ ના લોકડાઉન ની માંગ કરી છે.આ માગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. સુરતમાં કોઈ પણ ખાનગી હોસ્પિટલ માં વેન્ટીલેટર બેડ ની વ્યવસ્થા નથી.

અને જો આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોના ની ચેન તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.નોંધનીય છે કે, આ પહેલા રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહિ.

તેની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.નીતિન પટેલે કહ્યુ કે,દેશમાં કોઈ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન નથી.

આમ કહીને તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં હાલ લોકડાઉન સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજ્યના મહાનગરોમાં લોકડાઉન ને લઈને માંગ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે.

આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 68000 ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 341 લોકો વેન્ટીલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*