ભારતમાં વાઇરસના વધી રહેલા કેસો અને મૃત્યુઆંકના કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે પ્રધાનમંત્રી મોદી પર દબાણ વધી રહ્યું છે. મોદી મચક આપવા તૈયાર નથી. વિપક્ષી નેતાઓ અને વિદેશી નિષ્ણાતો સહિતના તમામ લોકો દેશમાં એક મહિનાનું લોકડાઉન જરૂરી હોવાનું કહી રહ્યા છે પણ પ્રધાનમંત્રી મોદી તૈયાર જ નથી.
કેન્દ્ર સરકારને બદલે એક પછી એક રાજ્ય લોકડાઉન લાદે ને એ રીતે દેશવ્યાપી લોકડાઉન ન થાય એવું મોદી ઈચ્છી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ના સૂત્રોનો દાવો છે કે મોદીએ પોતાની ઈમેજ ની વધારે ચિંતા છે.
પોતાના ટીકાકારોને કોઈ તક આપવા નથી માગતા તેથી તેઓ લોકડાઉન તાળી રહ્યા છે. બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં જોરશોરથી ચૂંટણીપ્રચાર ચાલતો હતો.
ત્યારે આક્ષેપો થતા હતા કે પ્રધાનમંત્રી મોદી પોતાની સત્તા લાલચાના કારણે દેશવ્યાપી લોકડાઉન નથી લાદી રહ્યા ને ચૂંટણી પતશે કે તરત લોકડાઉન આવી જશે.
હવે ચૂંટણી પતી કે તરત લોકડાઉન લાદી દેવાય તો આક્ષેપો સાચા સાબિત થાય. તેના કારણે ટીકાકારોને તક મળી જાય તેથી મે મહિનામાં તો લોકડાઉન નહિ જ આવે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાયરસ ના નવા પોઝિટિવ કેસ વચ્ચે વધુ વિશ્વાસ ભર્યા જાણીતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં બીજી લહેર ના કેસ વધી રહ્યા છે અને ત્રીજી લહેર આવે તો પણ સરકાર તેને પહોંચી વળવા તૈયાર છે.
આજે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ખાતે ગ્રામ્યજનો સાથે સંવાદ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment