માતાની સારવાર માટે પૈસા ન હતા, તો દીકરાએ કંઈક એવું કાર્ય કર્યું કે… બાળકની લાચારી જોઈને ડોક્ટર પણ રડી પડ્યા…જુઓ વિડિયો…

આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ કિસ્સામાં પોતાની માતાની સારવાર માટે દીકરા પાસે પૈસા ન હતા. પછી લાચાર બનેલો દીકરો હોસ્પિટલમાં એવું કાર્ય કરવા પહોંચ્યો કે દીકરાની લાચારી જોઈને ડોક્ટર પણ રડી પડ્યા હતા. વિગતવાર વાત કરીએ તો આ બનાવ રાંચીનો(Ranchi) છે.

રાંચીમાં રહેનાર દીપાંશુ કુમાર નામનો બાળક એક હોટલમાં કામ કરે છે. દીપાંસુનો બાળપણમાં જ પિતા સાથેનો સાથ છૂટી ગયો હતો. દીપાંશુ મૂળ બિહારના ગયા જિલ્લાનો રહેવાસી છે. પિતાનું નિધન થઈ ગયા બાદ માતાએ મજૂરી કરીને દીપાંશુને મોટો કર્યો. ત્યાર પછી દીપાંશુ પોતાની માતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે રાંચીમાં કામ કરવા માટે આવી ગયો હતો અને અહીં તે હોટલમાં કામ કરતો હતો.

હા દરમિયાન દીપાંસોની માતાનો પગ ભાંગી ગયો હોવાના તેને સમાચાર મળ્યા હતા. પરંતુ તેની પાસે માતાની સારવાર કરાવી શકે તેટલા પૈસા ન હતા. પૈસાના અભાવના કારણે માતાની સારવાર રોકાઈ ગઈ હતી. ત્યાર પછી દીપાંસુએ પોતાની કિડની વેચીને પૈસા ભેગા કરવાનું વિચાર્યું હતું. ત્યાર પછી તેને અલગ અલગ હોસ્પિટલમાં ફરીને પોતાની કિડની વેચવા માટે ગ્રાહક શોધવાનું શરૂ કરી દીધું.

આ દરમિયાન દીપાંશુ એક ખાનગી હોસ્પિટલમાં કિડની માટેનો ગ્રાહક શોધવા માટે પહોંચ્યો હતો. કિડની વેચવાની વાત સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ ગભરાઈ ગયો હતો. ત્યાર પછી હોસ્પિટલના સ્ટાફે દિપાંશુને સમજાવવાના પ્રયત્નો કર્યા. પરંતુ તે કિડની વેચવાના નિર્ણય પર અડગ રહ્યો હતો.

ત્યારબાદ હોસ્પિટલ નો સ્ટાફ દીપાંશુને એક ડોક્ટર પાસે લઈ ગયા હતા. દીપાંશુની હાલત જોઈને ડોક્ટરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ત્યારબાદ ડોક્ટરે માતાને સાજી થવાની ખાતરી આપ્યા બાદ તેને રાંચી લાવવાની સલાહ આપી હતી. સાથે ડોક્ટરે દીપાંશુ ને જણાવ્યું કે કિડની વેચવી એ સજાપાત્ર ગુનો છે.

દીપાંશુની કિડની વેચવાની વાત સાંભળીને સૌપ્રથમ રીમ્સના ન્યુરો સર્જરીના રેસીડેન્ટ ડોક્ટર વિકાસ અને તેમના સહયોગીઓ પણ ચોકી ગયા હતા. ત્યાર પછી તે બધાએ દીપાંશુ ની માતા ની સારવાર રીમ્સમાં કરાવવાની અને સારવારનો ખર્ચો ઉઠાવવાનું આશ્વાસન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*