રાજ્યમાં હજુ ગરમીની શરૂઆત થાય તે પહેલા લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે.પહેલા ડુંગળી અને લસણ બાદ હવે લીંબુ ના ભાવમાં વધારો નોંધાયો છે. માત્ર એક જ મહિનામાં ત્રણ ગણા જેટલો ઉછાળો લીંબુના ભાવમાં નોંધાયો છે. હાલમાં લીંબુના ભાવ ગરમીના દિવસો પહેલા ઉંચા જોવા મળતા ઉનાળામાં લીંબુના ભાવ ની શું પરિસ્થિતિ થશે
તે તમામ લોકોને સવાલ થઈ રહ્યો છે.હાલમાં ઠંડીની મોસમ ચાલુ છે ને ઠંડીનું પ્રમાણ ઓછું છે પરંતુ હજુ શિયાળાને વિદાય લીધી નથી ત્યારે લીંબુની માંગમાં વધારો થઈ રહ્યો છે જોકે હાલમાં લીંબુની આવક ગુજરાતમાં ઓછી નોંધાઈ રહી છે જેને લઇ તેની અસર લીંબુના ભાવમાં જોવા મળી રહી છે. લીંબુનો ભાવ હાલમાં ગત માસ કરતા બે થી ત્રણ ગણો ઊંચો જોવા મળી રહ્યો છે.
જે લીંબુના ભાવ ગત મહિને એટલે કે એક મહિના અગાઉ પ્રતિ મણનો ભાવ 600 થી 800 રૂપિયા હોલસેલ માર્કેટમાં જોવા મળી રહ્યો હતો તે હાલમાં 1800 થી 2000 રૂપિયા વેચાઈ રહ્યો છે.જ્યારે પ્રતિ કિલો નો ભાવ જોવામાં આવે તો 100 થી 150 રૂપિયાની આસપાસ વેચાતા જોવા મળી રહ્યા છે.
વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં લીંબુની આવક દક્ષિણ ભારત તરફથી આવતા હોય છે. જેમાં ખાસ કરીને હૈદરાબાદ થી લીંબુની મોટી આવક આ દિવસોમાં થતી હોય છે જોકે દક્ષિણ ભારતમાં વાતાવરણની સ્થિતિએ લીંબુની આવકમાં અસર પહોંચાડી છે.દક્ષિણના રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને લીંબુના પાકમાં ઉતારો ઓછો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment