જો તમે પણ સોનુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે પણ અત્યંત મહત્વના છે કારણ કે આ ટ્રેડિંગ સપ્તાનું શરૂઆત સોનાની કિંમત નરમાઈ સાથે થઈ હતી અને છેલ્લા ઘણા સમયથી આ સંયોગ બની રહ્યો છે જ્યારે સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે.
આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે આજરોજ બુધવારે સોનાના ભાવમાં 135 રૂપિયા પ્રતિ 10 ગ્રામના વધારા સાથે 24 કેરેટ સોનાનો ભાવ 64,300 એ પહોંચ્યો છે જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મંગળવારે સોનાના ભાવમાં 165 રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે સોનાનો ભાવ 24 કેરેટ 64,165 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાતું હતું.
ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો આજે ત્રીજા દિવસે બુધવારે ચાંદી 200 રૂપિયાના ઘટાડા સાથે 75,400 પ્રતિ કિલો પર બંધ થયું છે અને આ પહેલા મંગળવારે પણ ચાંદી 700 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી અને ત્યારે ચાંદીનો ભાવ 75,600 હતો.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment