મિત્રો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મેવાડા ગામમાંથી એક દિલ ખુશ કરીને તેવી ઘટના સામે આવી છે. અહીં પિતાએ કિડનીનું દાન કરીને દીકરાને એક નવુંજીવન દાન આપ્યું છે. મેવાડા ગામે રહેતા મહેન્દ્રભાઇને તેમના પિતા રામભાઈએ ભણાવી ગણાવીને મોટા કર્યા.
રામભાઇ પોતાના દીકરા મહેન્દ્ર ના લગ્ન કરાવીને તેનું ઘર વસાવી આપ્યું. મહેન્દ્રભાઈ ત્રણ બાળકોના પિતા છે. થોડાક સમય અગાઉ અચાનક જ મહેન્દ્રભાઈની તબિયત બગડવા લાગી હતી. તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે મહેન્દ્રભાઇની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે.
તેથી તેમનું પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું. આ મુશ્કેલીના સમયમાં મહેન્દ્રભાઈના પિતા રામભાઈ જીવનદાતા બનીને સામે આવ્યા હતા. તેમને પોતાના દીકરાને નવું જીવન આપવા માટે કશું પણ વિચાર્યા વગર પોતાની કિડનીનું દાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા.
રામભાઈ પોતાની એક કિડનીનું દાન આપીને પોતાના દીકરા મહેન્દ્રને નવું જીવનદાન આપ્યું છે. જેના કારણે આજે મહેન્દ્રભાઈ સામાન્ય રીતે પોતાના ત્રણ સંતાનો સાથે જીવન જીવી રહ્યા છે. મહેન્દ્રભાઈ માટે તેમના પિતા ભગવાન કરતાં પણ અધિક છે.
પિતા ફક્ત આર્થિક રીતે જ નહીં પરંતુ દીકરાને જો શરીરના કોઈ ભાગની જરૂર પડી હોય તો પણ પિતા કશું વિચાર્યા વગર હંમેશા આગળ જ હોય છે. મિત્રો માં-બાપની કદર જરૂર કરજો, કારણ કે જ્યારે આપણી પર કોઈપણ મુશ્કેલી આવી પડે છે. ત્યારે માં-બાપ જ સૌપ્રથમ આગળ આવે છે અને મા-બાપ કશું વિચાર્યા વગર આપણી મદદ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment