ગુજરાત રાજ્યમાં દેવી-દેવતાઓના અનેક ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે ચામુંડ માના એક અનોખા મંદિર વિશે વાત કરવાના છીએ. અહીં આવતા તમામ ભક્તોના માતાજીના દર્શન માત્રથી દુઃખ દૂર થઈ જાય છે.
ચામુંડ માતાજીનું આ મંદિર સાબરકાંઠાના બ્રહ્મખેડા તાલુકાના વરતોલ ગામમાં માન સરોવરના કિનારે આવેલું છે. કહેવાય છે કે અહીં માતાજી હાજર છે, અને અહીં આવતા ભક્તોને માતાજી પરચો પણ આપે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે.
અહીં આવતા ભક્તો માતાજીના દર્શન કરે એટલે તેમને દુઃખ, દર્દ અને સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. આટલું જ નહીં પરંતુ ની:સંતાન દંપત્તિઓ અહીં સંતાન માટેની માનતા પણ માને છે. મિત્રો તમે જણાવી દઈએ કે, આ મંદિરમાં ચામુંડ માં તેમજ સ્વયંભૂ ભગવાન શિવજી પણ બિરાજમાન છે.
અહીં મંદિરમાં બાજુમાં આવેલા તળાવનો પણ એક અનોખો ઇતિહાસ છે. આ મંદિરે રવિવાર, મંગળવાર અને બુધવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કહેવાય છે કે અહીં માતાજીના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે.
કહેવાય છે કે ની:સંતાન દંપતી અહીં આવેલા તળાવમાં સ્નાન કરીને ભીના કપડે માતાજીના ચરણમાં ખોળો પાથરે છે. અત્યાર સુધીમાં માતાજીના આશીર્વાદથી ઘણા ની:સંતાન દંપતીના ઘરે દીકરા અને દીકરીનો જન્મ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment