આમ આદમી પાર્ટી પુરા જોર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂકી છે. સુરત વરાછા રોડ વિધાનસભા ઉમેદવાર અલ્પેશ કથીરિયા પણ વરાછા રોડ વિધાનસભા થી ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અલ્પેશ કથીરિયાએ આ માનવી પાર્ટી દ્વારા આયોજિત વિજય સંકલ્પ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય સંકલ્પ રેલીમાં અલ્પેશ કથેરીયા એ જનતાના આશીર્વાદ લીધા હતા અને સાથે સાથે અલ્પેશ કચેરી આય લોકોને ભાજપના કુશાસનમાંથી મુક્તિ અપાવવા માટેનું સંકલ્પ કર્યો હતો.
વિજય સંકલ્પ રેલી બાદ અલ્પેશ કથેરીયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ફૂલનો હાર પહેરીને ઢોલ નગારાની સાથે અલ્પેશ કથેરીયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાની સાથે હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા. ચૂંટણી પહેલા જ જેણે જંગ જીતી લીધી હોય તેવી ખુશી કાર્યકર્તાઓમાં જોવા મળી હતી. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
ત્યારે આમ આદમી પાર્ટીના વરાછા વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ મીડિયાને સંબોધિતા કહ્યું કે, આજનો માહોલ છે જનતાનો પ્રેમ છે એ ખૂબ જ સારો મળી રહ્યો છે. જનતા ઇચ્છી રહી છે કે પરિવર્તન આવે. વધુમાં અલ્પેશ કથેરીયા એ જણાવ્યું કે, કુમારભાઈ અગાઉ પણ લડતા હતા અને આજે પણ લડે છે અને અમારા વડીલ છે. એમના પણ આશીર્વાદ લઈશું, પરંતુ હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને લોકો ચાહે છે કે કુમાર કાકા ઘરે બેસીને આરામ કરે. વધુમાં અલ્પેશ કથેરીયા એ જણાવ્યું કે વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જનતાનો ખૂબ જ પ્રેમ જોવા મળી રહ્યો છે. મહિલાઓ, બેરોજગાર અને યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સુવિધાઓ નથી, સરકારી કોલેજ નથી. દેશ આઝાદ થયો એના 75 વર્ષ થઈ ગયા પરંતુ હજુ પણ પાયાની સુવિધાઓથી વરાછાના લોકો વંચિત છે. અલ્પેશ કથેરીયા એ વધુમાં જણાવ્યું કે લોકોમાં ખૂબ જ રોષ છે અને આ માર્ગે પાર્ટીના દરેક ઉમેદવારોને ખૂબ જ સમર્થન આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment