કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની શરૂઆત ની સાથે જ લીંબુના ભાવે ગૃહિણીઓના બજેટ ખોરવી નાખ્યા છે. દર વર્ષે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવમાં વધારો થતો હોય છે જે આપણા માટે કોઈ નવાઈની વાત નથી પરંતુ આ વખતે લીંબુના ભાવે થોડોક વધારે મોટો કૂદકો માર્યો છે.
માત્ર 15 થી 20 રૂપિયામાં મળતી લીંબુ સોડા અત્યારે 25 થી 30 રૂપિયાની થઈ ગઈ છે ત્યારે ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં કેટલો વધારો થયો છે તેની વિશે આપણે આગળ માહિતી મેળવીએ.સામાન્ય રીતે મિત્રો લીંબુના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ હોય છે
પરંતુ દર વર્ષે ઉનાળો આવતા લીંબુ 150 થી 180 રૂપિયાની સપાટીએ પહોંચતા હોય છે પરંતુ જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ લીંબુના ભાવમાં વધારો થયો છે અને આ વર્ષે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ 180 રૂપિયાથી 225 રૂપિયા પ્રતિ કિલોએ વહેંચાઈ રહ્યા છે.
જો આ સારા ભાવ આપણા ખેડૂતોને મળતા હોય તો કોઈ ચિંતા નો વિષય જ નથી કારણ કે ખેડૂત મિત્રોની મહેનતના આ ભાવ છે પરંતુ નિષ્ણાંતો કરી રહ્યા છે કે ખેડૂતોને તો પૂરતા ભાવ મળતા જ નથી વચેટીયાઓ જ પૈસા ખાઈ જાય છે અને વચેટીયાઓ લીંબુની માંગ ઉભી કરે છે.જોકે આની મે પુષ્ટિ કરતા નથી પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ મળે તો સારું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment