ગણેશ ચતુર્થી પર ગણપતિની 100 વર્ષ જૂની મૂર્તિની ચોરી, કેસ દાખલ

Published on: 4:49 pm, Sat, 22 August 20

આ મામલો નેલોરથી પ્રકાશમાં આવેલ છે. નેલ્લોર જિલ્લાના અનંતસાગરમ મંડળમાં સોમાશીલા પ્રોજેક્ટ નજીક આવેલા ગણેશના મંદિરમાં લૂંટારૂઓએ મૂર્તિની ચોરી કરી હતી. હકીકતમાં, ગણેશ ચતુર્થીની સવારે મંદિરના પૂજારીએ જોયું કે મૂર્તિને કેટલાક બદમાશો દ્વારા ચોરી કરવામાં આવી હતી. પૂજારી દ્વારા મૂર્તિની ચોરી જોતા જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહિત થઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના દિવસે આંધ્રપ્રદેશથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં ચોરોએ એક મંદિરમાંથી ગણેશની મૂર્તિની ચોરી કરી છે.હવે ના લોકો ભગવાન ની મૂર્તિ ને પણ છોડતા નથી.

પુજારીએ કહ્યું કે ચોરેલી ભગવાન ગણેશની મૂર્તિ 100 વર્ષ જૂની હતી અને તે ભગવાન શિવના મંદિરમાં સ્થિત હતી. પુજારીના જણાવ્યા મુજબ, ચોરી કરનારાઓ મંદિરમાં પ્રવેશ્યા અને 100 વર્ષ જુની ભગવાન ગણેશની મૂર્તિ લઈ ગયા.

પૂજારીએ કહ્યું કે 100 થી વધુ વર્ષોથી ભગવાન ગણેશની ભક્તો વતી પૂજા કરવામાં આવે છે. હાલમાં આ ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ બનાવ બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસ ચાલુ છે.