આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. આજકાલના યુવાનોને યુવતીઓ નાની નાની બાબતમાં કંટાળીને જીવ ટુંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 26 વર્ષના યુવકે આગમ્યા કારણોસર ઘરની પાસેના ઝાડમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ શુક્લા હતું. રાહુલનું મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં જોઈને ઘરમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પંચનામું કર્યા બાદ રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર આ ઘટના ચિત્રકૂટમાં બની હતી. શુક્રવારના રોજ રાત્રે રાહુલ શુક્લા નામનો યુવક પોતાના પરિવાર સાથે સાંજનું ભોજન લઈને પોતાના રૂમમાં સુઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતક યુવકના સંબંધી રાજન શુક્લાએ જણાવ્યું કે, સાંજે રાહુલે બધા સાથે ભોજન લીધું હતું ત્યારબાદ વધ્યા પોત પોતાની રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા.
રાહુલ લગભગ 1:00 વાગ્યાની આસપાસ ઘરની બહાર નીકળ્યો હતો. ઘણો સમય થઈ ગયો છતાં પણ રાહુલ ઘરે ન આવ્યો તેથી હું તેને તપાસમાં બહાર ગયો હતો પરંતુ મને બહાર કંઈ મળ્યું નહીં. સવારે ઘરથી 100 મીટર દૂર આવેલ એક ઝાડ પર લટકતી હાલતમાં રાહુલનું મૃતદેહ જોવા મળ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રાહુલના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. રાહુલના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે રાહુલનો મોબાઇલ પણ કબજે લઈ લીધો છે. રાહુલે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment