પ્રેમ સંબંધની બાબતની માથાકૂટમાં વચ્ચે વડેલા યુવકનો યુવતીના ભાઈઓએ જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં એક યુવકનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પ્રેમિકાને મળવા ગયેલા યુવક સાથે યુવતીના ભાઈઓએ માથાકૂટ કરી હતી.

ત્યારે યુવકને છોડવા માટે વચ્ચે પડેલા અન્ય યુવકનું યુવતીના ભાઈઓએ ગળુ દબાવીને જીવ લઇ લીધો હતો. ઘટના બનતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી મુજબ સ્વપ્નિલ પ્રવીણ નામના એક યુવકને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ છે.

સ્વપ્નિલ રાણીપુરા ગામ માં લગ્ન પ્રસંગમાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રાત્રે અઢી વાગ્યાના આસપાસ એ પોતાની પ્રેમીકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો. સ્વપ્નિલની સાથે તેનો મિત્ર વિપુલ પણ ગયો હતો. વિપુલ રોડ પર ઊભો રહ્યો હતો.

જ્યારે સ્વપ્નિલ યુવતીને મળીને આવતો હતો ત્યારે યુવતીના ભાઈઓ સ્વપ્નિલને જોઈ ગયા હતા અને તેની સાથે માથાકૂટ કરી હતી. ત્યારે વિપુલ પોતાના મિત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ક્યારે યુવતીના બંને ભાઈઓએ મળીને વિપુલનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વિપુલના પિતા રતિલાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ વિપુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા વિપુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિપુલના પિતાએ આરોપી હિતેશ બાબુભાઈ વસાવા અને વિપુલ બુધિયા વસાવા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*