મિત્રો હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમાં ડોડા તોડવા ગયેલા યુવકને દર્દનાક મૃત્યુ મળ્યું છે. મળતી માહિતી અનુસાર યુવક ઉપર વીજળી પડતા તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગુજરાતમાં ચોમાસાની ઋતુના છેલ્લા તબક્કાઓ ચાલી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદે બ્રેક મારી દીધી છે. ત્યારે ગઈકાલથી પુના વરસાદી માહોલ જામતા દાહોદ જિલ્લામાં કાળા ડિબાગ વાદળાઓ થઈ ગયા હતા. રવિવારના રોજ સવારે વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદ શહેર સહિત આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કાલે તો દાહોદમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ યથાવર્થ રહ્યું હતું.
ત્યારે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારના કુવા ફળિયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારે લગભગ 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે ખેતરમાં મકાઈના ડોડા લેવા માટે ગયા હતા. ત્યારે નરેશભાઈની ઉપર એકાએક આકાશમાંથી વીજળી પડી હતી. આ કારણોસર નરેશભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ નરેશભાઈ ના પરિવારજનોને થતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક હાલતમાં નરેશભાઈને જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવાર સહિત ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે નરેશભાઈના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોલીસે આઈપીસી 174 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા નરેશભાઈની ઉંમર માત્ર 23 વર્ષની હતી. જવાન દીકરાનો મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment