અંબાજી પદયાત્રાની પત્રિકામાં જે શબ્દો લખવામાં આવ્યા હતા તે સાચા પડ્યા, પત્રિકામાં લખ્યું હતું કે, ખુદ માતાજીને શરમ લાગે કે…

Published on: 3:34 pm, Mon, 5 September 22

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ગુજરાતીઓ હચમચી ગયા હતા. અરવલ્લીમાં એક બેકાબુ કાર ચાલકે અંબાજી પગપાળા જય રહેલા પદયાત્રીઓને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં 7 જેટલા લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે કારના ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે કારનો ડ્રાઇવર છેલ્લા 20 કલાકથી સૂતો ન હતો અચાનક તેને ઊંઘ આવી જતા.

તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડ ઉપર જઈ રહેલા પદયાત્રીઓને નાખ્યા હતા. આ ઘટનામાં સાત લોકો કાળનો કોળિયો બની ગયા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં કાલોલ તાલુકાના અલાલી ગામના બે યુવકોનો પણ સમાવેશ થાય છે. એક જ ગામના બે યુવકોના મૃત્યુ થતાં આખું ગામ ઈબકે ચડ્યું હતું.

જ્યારે બંનેની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકોએ અંતિમયાત્રામાં જોડાયા હતા અને અંતિમયાત્રામાં હાજર તમામ લોકો રડી રહ્યા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પત્રિકા ખૂબ જ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ પત્રિકા પદયાત્રા શરૂ થતા પહેલા પદયાત્રીઓએ છપાવી હતી. જેમાં એવા શબ્દો લખ્યા છે જે પદયાત્રીઓ માટે સાચા પડ્યા છે.

છપાયેલી પત્રિકાના અંતમાં લખ્યું હતું કે, “આટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખુદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી” એવા શબ્દો લખી આવતા. હાલમાં આ પત્રિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રતિ માહિતી અનુસાર પ્રકાશ નામના યુવકે આ પત્રિકા છપાવી હતી.

જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક કાર ચાલકની બેદરકારીના કારણે સાત હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં જાદવ રમણભાઈ, રાઠોડ પ્રકાશભાઈ, સંજય કુમાર, બારીયા અપશીંગ ભાઈ, સુરેશભાઈ અને વિક્રમભાઈ રૂપાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંબાજી પદયાત્રાની પત્રિકામાં જે શબ્દો લખવામાં આવ્યા હતા તે સાચા પડ્યા, પત્રિકામાં લખ્યું હતું કે, ખુદ માતાજીને શરમ લાગે કે…"

Leave a comment

Your email address will not be published.


*