હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક ભૂલના કારણે હસતો ખેલતો પરિવાર બરબાદ થઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક યુવકે પોતાના જોબ વર્ક માટે ઓનલાઈન એપથી લોન લીધી હતી. આ લોનના હપ્તા ન ચુકવાતા તેણે સૌપ્રથમ પોતાની પત્ની અને બાળકોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે પોતાનું જીવન ટૂંકાવવી લીધું.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં એન્જિનિયર એવા અમિત યાદવ નામના યુવકે એક દિવસ પહેલા પોતાના બાળકો અને પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે બે પાનાની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અમિત યાદવે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે તેની માતા અને નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરે છે. તેને પોતાના ભાઈ વિશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “હું પાછો આવીશ ભાઈ, તું બહુ મોટો માણસ બનીશ…” જ્યારે અમિતે પોતાની માતા વિશે લખ્યું હતું કે, “મમ્મી હું જાઉં છું”.
અમિત યાદવ એક ટેલિકોમ કંપનીમાં કામ કરતો હતો. મંગળવારના રોજ અમિત યાદવે સૌપ્રથમ પોતાની ત્રણ વર્ષની દીકરી, દોઢ વર્ષના દીકરા અને પત્નીને ઝેરી દવા આપીને તેમનો જીવ લઈ લીધો. ત્યારબાદ અમિતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું. મળતી માહિતી અનુસાર અમિત પર લગભગ ત્રણ લાખ રૂપિયાનું દેવું હતું.
સુસાઇડ નોટ માં અમિતે લખ્યું હતું કે, મારા મૃત્યુ પછી લોનની ભરપાઈ કરવાની કોઈ જરૂર નથી, તેથી મારા પરિવારના કોઈ સભ્યોએ લોનના હપ્તા જમા કરવા નહીં. વધુમાં લખ્યું હતું કે, હું અમિત યાદવ છું આ પત્ર મારી સંપૂર્ણ હોશમાં લખું છું. મને પણ જીવવાની ઈચ્છા છે, પરંતુ મારા સંજોગો હવે એવા રહ્યા નથી.
માણસ હું ખરાબ નથી. આમાં કોઈની ભૂલ નથી મારી જ છે. મેં ઓનલાઇન એપ્સ થી લોન લીધી હતી. લોન ચૂકવી શકું તેવી મારી પરિસ્થિતિ રહી ન હતી. હું ઈજ્જતના કારણે આ પગલું ભરી રહ્યો છું. મહેરબાની કરીને પોલીસે મારા પરિવારને માતા પિતા, સાસુ અને સસરાને હેરાન ન કરતા હું દોશી છું.
વધુમાં તેને પોતાના ભાઈ વિશે લખ્યું હતું કે હું મારા ભાઈને ખૂબ જ પ્રેમ કરું છું. અને પોતાના મમ્મી વિશે લખ્યું હતું કે મમ્મી હું જાઉં છું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment