હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના શરીર ઉપર આગ લગાડીને કંઈક એવું કર્યું કે ઘટના સાંભળીને ભલભલા લોકો હચમચી ગયા હતા. એક યુવક લગ્નનો પ્રસ્તાવ જ્યોતિ પાસે મૂકે છે. ત્યારે યુવતીએ યુવકના લગ્નનો પ્રસ્તાવ નકાર્યો હતો. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા યુવકે એવું પગલું ભર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મહારાષ્ટ્રને ઔરંગાબાદમાં બની હતી. અહીં એક યુવકના લગ્નના પ્રસ્તાવને નકાર્યા પછી યુવકે પોતાના શરીર પર આગ લગાવી દીધી હતી. આટલું જ નહીં પરંતુ ત્યારબાદ યુવક યુવતીને બાથ ભરી ગયો હતો. જેના કારણે આ ઘટનામાં યુવતી પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 90% દાઝી ગયેલા યુવકનું કરુણ મોત થયું હતું. ત્યારે 55 % ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ગજાનન હતું અને ગંભીર રીતે જ દાઝી ગયેલી યુવતીનું નામ પૂજા છે. ગજાનના માતા પિતા પણ પૂજાને લગ્ન માટે ધમકીઓ આપતા હતા.
યુવતીના પરિવારજનોનું કેવું છે કે, ગજાનના માતા-પિતા દીકરીને કહેતા હતા કે, જો તું અમારા દીકરા સાથે લગ્ન નહીં કરે તો અમે બંનેનો જીવ લઈ લઈશું. જેના કારણે પૂજાના પરિવારના લોકોએ ગજાનનના માતા-પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ બની હતી.
સોમવારના રોજ યુવતી હનુમાન ટેકરા ગવર્મેન્ટ ફોરેન્સિક કોલેજમાં હતી. ત્યાં તે બાયોફિઝિકલ કેબિનમાં પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી હતી. ત્યારે અચાનક જ ત્યાં ગજાનન આવે છે. ત્યાં આવીને તે પૂજાને કહેવા લાગે છે કે કેમ તે મારો પ્રપોઝલને નકાર્યું. ત્યારબાદ તેને પોતાના શરીર અને યુવતીના શરીર ઉપર પેટ્રોલ છાંટ્યું.
ત્યારબાદ તેને પોતાના શરીર ઉપર આગ લગાવી દીધી અને તે પૂજાને બાથ ભરી લે છે જેના કારણે પૂજાના શરીર ઉપર પણ આગ લાગી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ગજાનનનું કરુણ મોત થયું હતું. જ્યારે હાલમાં પૂજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment