બોલો જય શ્રી રામ..! સોમનાથનો યુવાન અયોધ્યા દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો,જાણો કેટલા કિલોમીટરનું અંતર કાપશે…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને દેશભરમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. વિવિધ સંગઠનો અલગ અલગ આયોજનમાં લાગી ગયા છે ત્યારે સોમનાથનો યુવાન અયોધ્યા દર્શન જવા માટે પગપાળા નીકળ્યો છે

ત્યારે તે હાલમાં હિંમતનગરની આજુબાજુ પહોંચ્યો છે.22 જાન્યુઆરીની તૈયારીઓ અત્યારથી ખૂબ જ થઈ રહી છે અને ઉત્તર પ્રદેશની અંદર અયોધ્યા ખાતે ૨૨મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ભક્તો અલગ અલગ રીતે ભક્તિ પ્રેમ પ્રગટ કરતા જોવા મળી રહ્યા છે

ત્યારે 25 ડિસેમ્બરે મહેન્દ્રસિંહ છોગારામ ભાટી પગપાળા કરવા અયોધ્યા માટે નીકળ્યો હતો અને તે હિંમતનગરના કાંકરોલ નજીક આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને તે દરરોજનું સાતથી 70 km નું અંતર કાપે છે

અને તે દસમા દિવસે હિંમતનગર પહોંચ્યો હતો અને જય શ્રી રામના નારા સાથે ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરીને અયોધ્યા પહોંચ્શે અને આપને જણાવી દઈએ સોમનાથ થી અયોધ્યા 1762 કિલોમીટરનું છે અને તે અંતર તે ચાલીને કાપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*