યુવકે પોતાની પત્નીના કપડાં પહેરીને ગળાફાંસો ખાઈ લીધો, જ્યારે બાળકો ઘરે આવ્યા ત્યારે બાળકોએ પિતાને એવી હાલતમાં જોયા કે, માસુમ બાળકોની ચીસો નીકળી ગઈ…

મિત્રો દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક યુવકે રહસ્યમય રીતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 27 વર્ષની હતી અને તેનું નામ વિજય હતું. સોમવારના રોજ બપોરે લગભગ 1.30 વાગ્યાની આસપાસ તેનું મૃતદેહ રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકે તેની પત્નીના પ્રાઇવેટ કપડા પહેર્યા હતા. પત્નીની સાડી પંખા સાથે બાંધીને ફાંસો બનાવ્યો હતો. આ ઘટના અજમેરમાં બની હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બની ત્યારે વિજય ઘરે એકલો હતો. વિજયની માતા હોસ્પિટલમાં ચોથા વર્ગની કર્મચારી છે.

ઘટના બની તે દિવસે તેની પત્ની બીજાના ઘરમાં સાફ-સફાઈ કરવા માટે ગઈ હતી. આ ઉપરાંત વિજયની આઠ વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો શાળાએ ગયા હતા. બપોરે જ્યારે બંને શાળાએથી ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. બાળકોએ દરવાજાને ધક્કો મારીને દરવાજો ખોલ્યો, બાળકો હેબતાઈ ગયા હતા.

બાળકોએ પોતાના પિતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.

પોલીસે આ સમગ્ર ઘટનાને જીવ ટૂંકાવાનો મામલો માન્યો છે. જ્યારે મૃતકના પરિવારજનોએ આ ઘટનાની આશંકાઓ વ્યક્ત કરી છે. પોલીસે વિજયના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. વિજયના મૃતદેહ પર તેની પત્નીના કપડાં જોવા મળ્યા હતા.

સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય સૌપ્રથમ પોતાની પત્નીના કપડા પહેર્યા અને ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવ્યું. વિજયના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. વિજય એ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*