આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગના યુવકો પોતાના સપના પુરા કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. એવામાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકનું કાર ખરીદવાનું સપનું હતું તેથી તે છ લાખ રૂપિયાના સિક્કા લઈને શોરૂમમાં ખરીદવા માટે કાર ખરીદવા પહોંચ્યો. આ વાત જાણીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠશો એમાં બધા જ લોકો જાણે છે કે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમના બધા જ શોખ પૂર્ણ કરે જે આ યુવકે કરી બતાવ્યું.
આ યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો કોઇમ્બતુર નો રહેવાસી એવો વિકટરીવેલ કે જેનું નાનપણથી જ કાર લેવાનું શોખ હતો.જેથી તેણે 6 લાખ રૂપિયાના સિક્કા લઈને શોરૂમમાં કાર લેવા માટે પહોંચ્યો. ત્યારે શો રૂમમાં રહેલા દરેક કર્મચારીઓ આ યુવકને જોઈને ચોકી ઉઠ્યા. એવામાં આ યુવક તેની પાસે જે સિકકાઓ હતા તે બધા જ સિક્કા લઈને તે શો રૂમમાં પહોંચ્યો હતો.
વાત કરીશું તો આ વિકટરીવેલ કે જે એક નાની એવી દુકાન ચલાવે છે અને તે ઘણા વર્ષોથી દસ રૂપિયાના સિક્કા ભેગા કરતો હતો. તેનું કહેવું છે કે જ્યારે તે લોકોને દસ રૂપિયાનાં સિક્કા આપતો ત્યારે કોઈ લોકોએ સિક્કો લેવા તૈયાર થતું ન હતું. તેથી તેને દસ રૂપિયાના સિક્કા ભેગા કરવાનું નક્કી કર્યું હતું જેમાં તેણે છ લાખ રૂપિયા ભેગા કર્યા.
વિક્ટરીવેલ નો પરિવાર આર્થિક પરિ્થિતિને લઈને ખૂબજ નબળો હતો. તેથી તેનું એક કાર લેવાનું સપનું અધૂરો જ રહી જાય. પરંતુ તેણે ઘણા વર્ષોથી એ ભેગા કરેલા દસ રૂપિયાના સિક્કા જે તેણે છ લાખ જેટલા ભેગા કર્યા હતા. તે લઈને કાર ખરીદવાનું નક્કી કર્યું અને તરત જ દસ રૂપિયાના સિક્કાઓ લઈને શો રૂમમાં પહોંચી ગયો હતો.
પહેલા તો તે આ સિક્કાઓને લઈને બૅન્કમાં ગયો ત્યારે બેંકમાં પણ તેને આ સિક્કા લેવાની ના પાડી દીધી હતી. છેવટે તે એ પૈસા લઈને શોરૂમ પહોંચ્યો ત્યારે શોરૂમમાં રહેલા બધા લોકોએ પૈસા જોઈને ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તે શો રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે કહ્યું કે મારે આ રૂપિયાની કાર ખરીદવાની છે.
ત્યારે પહેલાં તો શોરૂમમાં મેનેજરે ચોખ્ખી જ ના પાડી દીધી હતી કે અમારે આટલા રૂપિયા નું કરવું શું? ત્યારે એવી કરીને તેની આર્થિક પરિસ્થિતિ વિશે જણાવતાની સાથે જ શોરૂમના મેનેજરો માની ગયા અને શોરૂમના કર્મચારીઓને કાર આપવા માટે તૈયાર કરવામાં આવ્યા.
નવાઈની વાત તો એ કે એ છ લાખના રૂપિયા ના સિક્કા ગણવા માટે પણ કલાકોના કલાકો વીતી ગયા હતા, ત્યારે સારી બાબત પણ એ જ કહેવાય આખરે આ યુવકનું સપનું પૂરું થયું અને ઘણા વર્ષોથી ભેગા કરનાર એ સિક્કા જેનાથી તેણે કાર લેવાનું સપનું પણ પૂરું કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment